Muhurat Day Trading PHOTO: અભિનેતા અજય દેવગનના હાથે મુહૂર્ત ટ્રેડિંગ, જુઓ ખાસ તસવીરો
Muhurat Day Trading PHOTO: અભિનેતા અજય દેવગનના હાથે મુહૂર્ત ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું. દિવાળીના દિવસે માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. રોકાણકારો દિવાળી પર રોકાણને શુભ માને છે. એવામાં મૂહુર્ત ટ્રેડિંગનું ખુબ મહત્વ રહેલું છે.
શેરબજારમાં દિવાળીના તહેવાર પર મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા લગભગ 50 વર્ષ જૂની છે.
આજે સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે.
. તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં ખૂલ્યા છે. મુહૂર્ત ટ્રેડિંગના ઓપનિંગમાં સેન્સેક્સ 60 હજાર નજીક પહોંચ્યો છે અને નિફ્ટીએ 17700ની સપાટી વટાવી છે.
એલએન્ડટી, એચડીએફસી, બજાજ ફિનસર્વ, ટાટા કન્ઝ્યુમર પ્રોડ્ક્સ, ઓએનજીસી મુહૂર્ત ટ્રેડિંગમાં નિફ્ટીના વધનારા શેર હતા, જ્યારે એચયુએલ અને કોટક મહિન્દ્રા બેંક ઘટ્યા હતા.
2021ના રોજ સેન્સેક્સ 60 હજારને પાર કરી ગયો હતો, ગયા વર્ષે 4 નવેમ્બર, 2021ના રોજ દિવાળીના અવસરે મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ એક કલાકના સેશનમાં BSE સેન્સેક્સ 60 હજારની ઉપર પહોંચી ગયો હતો. મુહૂર્ત ટ્રેડિંગ પર સેન્સેક્સ 60,067 પોઈન્ટના સ્તરે હતો, જ્યારે નિફ્ટી 17,921ના સ્તરે બંધ થયો હતો.( Image Source : BSE India )