EPF Scheme 2026: નોકરીના 1 વર્ષ પહેલાં PF ઉપાડવાના નવા નિયમો, જાણો કેટલા ટકા રકમ મળશે

PF ખાતામાં હવે 25% લઘુત્તમ બેલેન્સ રાખવું ફરજિયાત, જાણો ઓનલાઈન ઉપાડ અને એલિજિબલ બેલેન્સનું નવું ગણિત.

Continues below advertisement
PF ખાતામાં હવે 25% લઘુત્તમ બેલેન્સ રાખવું ફરજિયાત, જાણો ઓનલાઈન ઉપાડ અને એલિજિબલ બેલેન્સનું નવું ગણિત.

કેન્દ્ર સરકારે નોકરિયાત વર્ગના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેતા નવી 'કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) યોજના 2026' દેશભરમાં લાગુ કરી દીધી છે. સરકારે અંદાજે છ દાયકા જૂની, એટલે કે વર્ષ 1952ની પરંપરાગત યોજનાના સ્થાને આ નવો નિયમ અમલી બનાવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પીએફ ઉપાડવાની સમગ્ર પ્રક્રિયાને પહેલા કરતાં વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. સામાજિક સુરક્ષા સંહિતા, 2020 હેઠળ જાહેર કરવામાં આવેલી આ નવી યોજના અંતર્ગત હવે તમામ કર્મચારીઓ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી પોતાની જરૂરિયાત મુજબ સરળતાથી નાણાં ઉપાડી શકશે. જોકે, આ સુવિધાની સાથે સરકારે એક નવો 'લઘુત્તમ બેલેન્સ' (Minimum Balance) રાખવાનો નિયમ પણ જોડ્યો છે, જે દરેક નોકરિયાત માટે સમજવો અનિવાર્ય છે.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola