PAN Card: જો ભૂલથી બે પાન કાર્ડ બની ગયા હોય તો તરત જ કરો આ કામ! નહીં તો મોટી સમસ્યા થઈ શકે છે
PAN Card: આજકાલ પાન કાર્ડ સામાન્ય લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આવકવેરા રિટર્ન ફાઇલ કરવા, મિલકત ખરીદવા, ઘરેણાં ખરીદવા, બેંક ખાતું ખોલવા વગેરે જેવા દરેક મહત્વપૂર્ણ નાણાકીય કામ માટે પાન કાર્ડનો ઉપયોગ જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવકવેરા વિભાગ પાન કાર્ડ બનાવવા માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપે છે, પરંતુ ઘણી વખત પાન કાર્ડ બનાવતી વખતે એકથી વધુ વખત પાન કાર્ડ બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં એકથી વધુ પાન કાર્ડ રાખવું ગેરકાયદેસર છે. જો તમે ભૂલથી એકથી વધુ પાન કાર્ડ બનાવી લીધા છે, તો તેમાંથી એક તરત જ સરેન્ડર કરો.
આવકવેરા વિભાગે એકથી વધુ પાન કાર્ડ સરેન્ડર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવી છે. તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડ દ્વારા વધારાનું PAN કાર્ડ સરન્ડર કરી શકો છો. ચાલો જાણીએ PAN કાર્ડ સરેન્ડર કરવાની પ્રક્રિયા વિશે.
જો તમારી પાસે એક કરતા વધુ પાન કાર્ડ છે, તો ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જઈને તમે અહીંથી તમારો વોર્ડ જાણી શકો છો. આ પછી, તમે ત્યાંના અધિકારી સાથે એપોઇન્ટમેન્ટ લીધા પછી પાન કાર્ડ સરેન્ડર કરી શકો છો.
આ અરજી આપતી વખતે તમારે 100 રૂપિયાનો બોન્ડ ભરવાનો રહેશે. તમારા પાન કાર્ડની વિગતો લીધા પછી વોર્ડ ઓફિસર તમને એક રસીદ આપશે. આ સાથે કેટલાક અસલ દસ્તાવેજો પણ જમા કરાવવાના રહેશે. આ પછી, પાન કાર્ડ સરેન્ડર કરવાની પ્રક્રિયા થોડા દિવસોમાં પૂર્ણ થશે.
ઈન્કમટેક્સ અનુસાર, એકથી વધુ પાન કાર્ડ રાખવું ગેરકાયદેસર છે. આમ કરવા માટે, તમારે 6 મહિનાની જેલ અથવા 10,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે.