નવા વર્ષથી બદલાઈ જશે પેમેન્ટ પદ્ધતિ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યુઝર્સે કરવું પડશે આ કામ
નવી દિલ્હીઃ ગ્રાહકોના ડેટાને વધુ સુરક્ષિત બનાવવા માટે RBIનો નવો નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે. નવા નિયમ હેઠળ, આવતા વર્ષની શરૂઆત સાથે, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણીના નિયમોમાં મોટો ફેરફાર થશે. ચાલો જાણીએ કે આ નવો નિયમ શું છે અને તેની આપણા જીવન પર શું અસર પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવતા વર્ષથી આરબીઆઈ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા માટે તમારા કાર્ડને ટોકન નંબર આપશે. નવા વર્ષથી ગ્રાહકો આ જ ટોકન દ્વારા પેમેન્ટ કરી શકશે.
નાની દુકાન હોય કે શોપિંગ મોલ, મોટાભાગના લોકોએ કાર્ડ દ્વારા જ પેમેન્ટ કરવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં, આપણે કાર્ડનો ડેટા કોઈપણ કંપની અથવા વેપારીને આપીએ છીએ અને આ વેપારી અથવા કંપની આપણો ડેટા સંગ્રહિત કરે છે. તેનાથી ડેટા ચોરી થવાની શક્યતા વધી જાય છે. આવી છેતરપિંડી રોકવા માટે, RBIએ એક નવો નિયમ રજૂ કર્યો છે, જેમાં તે કોઈપણ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ટોકન નંબર આપશે, જેને ટોકનાઇઝેશન કહેવામાં આવી રહ્યું છે.
નવા નિયમ હેઠળ, 1 જાન્યુઆરી, 2022 થી, કોઈપણ કંપની અથવા વેપારી ગ્રાહક કાર્ડની માહિતી જેમ કે કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અથવા સીવીવી સ્ટોર કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ તમામ કંપનીઓને ગ્રાહકોને સંગ્રહિત ડેટા અગાઉથી ડિલીટ કરવા માટે કહ્યું છે, જેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુરક્ષા વધારી શકાય.
આરબીઆઈએ વિઝા, માસ્ટરકાર્ડ અને રુપે કાર્ડ જારી કરતી બેંક અથવા કંપની વતી ટોકન જારી કરવાની મંજૂરી આપી છે, જેને ટોકનાઇઝેશન કહેવામાં આવે છે.
નવા વર્ષથી, તમારે કોઈપણ વિગતો આપ્યા વિના ચુકવણી કરવા માટે ટોકનાઇઝેશનનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ રીતે, ગ્રાહકોના કાર્ડની વિગતો વેપારી પાસે સંગ્રહિત થશે નહીં, જેનાથી ડેટા ચોરી અને છેતરપિંડીની ઘટનાઓ અટકશે.