Pension Plan: LICની આ યોજના નિવૃતિ બાદ આવશે કામ, એક વખત રોકાણથી મળશે લાઈફ ટાઈમ પેન્શન
LIC Saral Pension Plan: વૃદ્ધાવસ્થામાં પૈસાની આવક ખૂબ જ જરુરી છે. વૃદ્ધાવસ્થામાં તમારું શરીર વધુ મહેનત કરવા સક્ષમ નથી. આવી સ્થિતિમાં જો તમારી પાસે પૈસા નથી તો તમે નાની-નાની જરૂરિયાતો માટે પણ બીજા પર નિર્ભર બની જાવ છો. તેથી તમે તમારી નોકરીની સાથે તમારી નિવૃત્તિનું આયોજન શરૂ કરો અને તે યોજનાઓમાં રોકાણ કરો જેથી તમને વૃદ્ધાવસ્થામાં નિયમિત આવક મળતી રહે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLIC સરલ પેન્શન પ્લાન આ બાબતમાં તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સરલ પેન્શન પ્લાનની ખાસ વાત એ છે કે પેન્શન મેળવવા માટે તમારે 60 વર્ષની ઉંમર સુધી રાહ જોવી પડશે નહીં. તમે 40 વર્ષની ઉંમરથી પેન્શન મેળવી શકો છો. જાણો આ યોજના સાથે જોડાયેલી તમામ મહત્વની બાબતો
LIC ની સરલ પેન્શન યોજના તાત્કાલિક વાર્ષિકી યોજના છે. પોલિસી લેતાની સાથે જ તમને પેન્શન મળવા લાગે છે. આ યોજના હેઠળ તમારે પોલિસી ખરીદતી વખતે માત્ર એક જ વાર પ્રીમિયમ ચૂકવવું પડશે. પૉલિસીધારકને પ્રીમિયમની ચુકવણી પછી પેન્શન મળવાનું શરૂ થાય છે અને પેન્શનની સમાન રકમ તેને પ્રથમ વખત મળે છે, તે જીવનભર મળતી રહે છે. જો પોલિસી ખરીદનાર કોઈ કારણસર મૃત્યુ પામે છે, તો તેની જમા રકમ તેના નોમિનીને પરત કરવામાં આવે છે.
સરલ પેન્શન યોજનાનો લાભ બે રીતે મેળવી શકાય છે. પ્રથમ સિંગલ લાઈફ અને બીજું જોઈન્ટ લાઈફ. સિંગલ લાઇફમાં, પોલિસી ધારક જ્યાં સુધી જીવિત રહેશે, ત્યાં સુધી તેને પેન્શન મળતું રહેશે. મૃત્યુ પછી રોકાણની રકમ નોમિનીને પરત કરવામાં આવશે. જ્યારે જોઈન્ટ લાઈફ પતિ અને પત્ની બંનેને આવરી લે છે. જેમાં પ્રાથમિક પોલિસીધારક જીવિત હોય ત્યાં સુધી તેને પેન્શન આપવામાં આવે છે. મૃત્યુ પછી તેમના જીવનસાથીને પેન્શનનો લાભ મળે છે. બંનેના મૃત્યુ પર, જમા રકમ નોમિનીને આપવામાં આવે છે.
સરલ પેન્શન યોજના હેઠળ, તમે 1000 રૂપિયાનું માસિક પેન્શન લઈ શકો છો અને તેની કોઈ મહત્તમ મર્યાદા નથી. આ પેન્શન તમે રોકાણ કરેલ રકમ પર આધાર રાખે છે. પેન્શન માટે, તમને માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક પેન્શનનો વિકલ્પ મળે છે. તમે જે વિકલ્પ પસંદ કરો છો તે મુજબ તમને પેન્શન આપવામાં આવશે.
આ યોજનામાં તમારે પેન્શન મેળવવા માટે નિવૃત્તિની રાહ જોવાની જરૂર નથી. તમે 40 વર્ષથી 80 વર્ષની વય વચ્ચે ગમે ત્યારે રોકાણ કરી શકો છો. જો તમે 40 વર્ષની ઉંમરે સરલ પેન્શન સ્કીમમાં રોકાણ કરો છો, તો તમને એ જ ઉંમરથી પેન્શનના લાભ મળવાનું શરૂ થાય છે, જે તમારા જીવનભર ઉપલબ્ધ રહેશે.
LICના આ પ્લાનમાં તમને લોનની સુવિધા પણ મળે છે. પ્લાન ખરીદ્યાના 6 મહિના પછી તમને લોનની સુવિધા મળવાનું શરૂ થશે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં, જો તમે પોલિસી સરન્ડર કરવા માંગો છો, તો તમને છ મહિના પછી આ સુવિધા મળે છે.