PM Kisan Yojana: આજે જ કરો આ કામ, નહીં તો અટકી જશે PM કિસાન યોજનાનો આગામી હપ્તો
પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલાં, તમારે એકવાર તમારું એકાઉન્ટ તપાસવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી પહેલા એ તપાસવું જરૂરી છે કે તમારા દ્વારા આપવામાં આવેલા બેંક ખાતામાં કોઈ પણ પ્રકારની ભૂલ તો નથીને.
આ સિવાય સૌથી મહત્વની બાબત છે KYC. કિસાન યોજનાના પૈસા KYC વિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.
નકલી અરજીઓથી બચવા માટે, સરકારે હવે તમામ યોજનાઓમાં KYC ફરજિયાત બનાવ્યું છે, તેના વિના તમે યોજનાનો લાભ મેળવી શકશો નહીં.
તમે કિસાન યોજના વેબસાઈટ pmkisan.gov.in પર જઈને તમારી સ્થિતિ ચકાસી શકો છો. મોબાઈલ નંબર અને OTP દાખલ કર્યા પછી, તમે અહીં તમારા એકાઉન્ટની સ્થિતિ જાણી શકશો.
અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના 15 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે, ત્યારબાદ હવે 16મા હપ્તાની રાહ જોવાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં હપ્તો રિલીઝ થઈ શકે છે.