Post Office Scheme: બાળકોના ભવિષ્ય માટે તૈયાર કરવું છે મોટુ ફંડ, આ યોજનામાં કરો રોકાણ

આવી સ્થિતિમાં ઘણા લોકો રોકાણ માટે સુરક્ષિત રોકાણ યોજનાની શોધમાં છે. જો તમે તમારા બાળક માટે સુરક્ષિત રોકાણ યોજના શોધી રહ્યા છો, તો તમે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં રોકાણ કરી શકો છો.

પ્રતિકાત્મક તસવીર

1/6
આજના સમયમાં શેરબજારમાં ખૂબ જ ઉતાર-ચઢાવ જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો રોકાણ માટે સુરક્ષિત રોકાણ યોજનાની શોધમાં છે. જો તમે તમારા બાળક માટે સુરક્ષિત રોકાણ યોજના શોધી રહ્યા છો, તો તમે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં રોકાણ કરી શકો છો.
2/6
પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના એક ખૂબ જ પ્રખ્યાત યોજના છે, જેમાં રોકાણ કરીને તમે લાખોનું વળતર મેળવી શકો છો. તમે 10 વર્ષથી ઉપરના બાળકો માટે પણ આ યોજનામાં રોકાણ કરી શકો છો.
3/6
આ યોજનામાં તમે એક સાથે બાળકો માટે પૈસા જમા કરાવી શકો છે. જેનાથી તમને દર મહિને આવક થશે જેનાથી સ્કૂલ કોલેજની ફીસ જમા કરાવી શકશો.
4/6
આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટમાં 1,000 રૂપિયાથી લઈને 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. બીજી તરફ, તમે એક ખાતામાં 4.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.
5/6
આ સ્કીમ હેઠળ તમને 6.6 ટકા વ્યાજ મળે છે. તમે દર મહિને, ત્રણ, 6 મહિના અથવા સરળ ધોરણે આ સ્કીમ પરની આવક ઉપાડી શકો છો.
6/6
તમને જણાવી દઈએ કે જો તમે 10 વર્ષના બાળક માટે 2 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો દર મહિને તમને વ્યાજ તરીકે 1,100 રૂપિયાનું વળતર મળશે. તમે આનાથી શાળાની ફી જમા કરાવી શકો છો. 5 વર્ષ પછી આ પૈસા સ્કીમમાં ફરીથી રોકાણ કરી શકાય છે અને બાદમાં બાળક તેના ઉચ્ચ શિક્ષણ માટે 18 વર્ષ પછી આ નાણાં ખર્ચી શકે છે.
Sponsored Links by Taboola