Post Office ની આ શાનદાર સ્કીમ દ્વારા વર્ષે 1,11,000 રુપિયાની કરો કમાણી, જાણો તેના વિશે
જો તમે દર મહિને તમારા માટે નિયમિત આવક ઉભી કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના આ બાબતમાં તમારા માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ સ્કીમ દ્વારા તમે ઘરે બેઠા વાર્ષિક 1,11,000 રૂપિયા અને દર મહિને 9,250 રૂપિયાની કમાણી કરી શકો છો. જાણો યોજના સાથે જોડાયેલી ખાસ વાતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સરકારી ગેરેન્ટેડ ડિપોઝિટ સ્કીમમાં સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટની સુવિધા ઉપલબ્ધ છે. એક ખાતામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. તમારી જમા રકમ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે અને તમે દર મહિને વ્યાજ મેળવો છો.
પોસ્ટ ઓફિસ એમઆઈએસમાં વધુમાં વધુ 5 વર્ષ માટે નાણાં જમા કરવામાં આવે છે. હાલમાં 7.4%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જોઈન્ટ એકાઉન્ટ દ્વારા આ સ્કીમમાંથી 9,250 રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે. આ સ્કીમ રિટાયર્ડ લોકો માટે ઘણી સારી માનવામાં આવે છે. જો પતિ-પત્ની સાથે મળીને રોકાણ કરે તો તેઓ પોતાના માટે માસિક આવકની વ્યવસ્થા કરી શકે છે.
જો તમે સંયુક્ત ખાતામાં રૂ. 15 લાખ જમા કરો છો, તો તમને 7.4 ટકા વ્યાજ પર એક વર્ષમાં રૂ. 1,11,000 ની આવક મળશે અને 5 વર્ષમાં તમને રૂપિયા 1,11,000 x 5 = રૂ. 5,55,000 વ્યાજમાંથી મળશે. જો 1,11,000 રૂપિયાની વાર્ષિક વ્યાજની આવકને 12 ભાગમાં વહેંચવામાં આવે તો તે 9,250 રૂપિયા થશે. એટલે કે દર મહિને તમારી આવક 9,250 રૂપિયા થશે.
જો તમે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં એક ખાતું ખોલો છો અને તેમાં 9 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમને એક વર્ષમાં 66,600 રૂપિયા વ્યાજ મળી શકે છે અને પાંચ વર્ષમાં તમે 66,600 x 5 = 3,33,000 રૂપિયા કમાઈ શકો છો. માત્ર વ્યાજ મેળવી શકે છે. આ રીતે, તમે માત્ર વ્યાજમાંથી જ દર મહિને રૂ. 66,600 x 12 = રૂ. 5,550 કમાઈ શકો છો.
કોઈપણ દેશનો કોઈપણ નાગરિક પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં ખાતું ખોલાવી શકે છે. બાળકના નામે પણ ખાતું ખોલાવી શકાય છે.
જો બાળકની ઉંમર 10 વર્ષથી ઓછી છે, તો તેના માતા-પિતા અથવા કાનૂની વાલી તેના નામે ખાતું ખોલાવી શકે છે. જ્યારે બાળક 10 વર્ષનું થાય છે, ત્યારે તેને પોતે એકાઉન્ટ ઓપરેટ કરવાનો અધિકાર મળી શકે છે.