Post office RD vs SBI RD: પોસ્ટ ઓફિસ કે સ્ટેટ બેંક, RD સ્કીમ પર ક્યાં મળે છે વધુ વ્યાજ? જાણો વિગતે
Post office RD vs SBI RD: પોસ્ટ ઓફિસ વિવિધ પ્રકારની નાની બચત યોજનાઓ શરૂ કરતી રહે છે. જો તમે દર મહિને નાની રકમનું રોકાણ કરીને મોટું ફંડ મેળવવા માંગો છો, તો તમે પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં રોકાણ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટેટ બેંક આરડી સ્કીમ પર ઊંચા વ્યાજ દરો પણ ઓફર કરી રહી છે. જો તમે પોસ્ટ ઓફિસ અથવા SBI સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને બંને પર ઉપલબ્ધ વ્યાજ દરો વિશે જણાવી રહ્યા છીએ.
પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ હેઠળ, ગ્રાહકોને 6.70 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. આ સ્કીમમાં તમે દર મહિને ઓછામાં ઓછા 100 રૂપિયા અને વધુમાં વધુ 10 રૂપિયાનું રોકાણ કરી શકો છો.
પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ હેઠળ તમે કુલ 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. તમે આ ખાતું સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટ તરીકે ખોલી શકો છો.
SBIની RD સ્કીમ હેઠળ, બેંક સામાન્ય નાગરિકોને 6.80 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 1 થી 2 વર્ષના સમયગાળા માટે 7.30 ટકા વ્યાજ દર ઓફર કરે છે. જ્યારે RD સ્કીમ પર 2 થી 3 વર્ષ માટે સામાન્ય ગ્રાહકોને 7 ટકા વ્યાજ દર અને વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા વ્યાજ દર અને 3 થી 5 વર્ષના સમયગાળા માટે 6.50 ટકા વ્યાજ દર અને વરિષ્ઠ નાગરિકોને 7 ટકા વ્યાજ મળી રહ્યું છે.
જ્યારે 5 થી 10 વર્ષના સમયગાળા માટે RD સ્કીમ પર, SBIના સામાન્ય ગ્રાહકોને 6.50 ટકા વ્યાજ દર અને વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા વ્યાજ મળી રહ્યું છે. જો તમે 5 વર્ષની આરડી સ્કીમની વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં સામાન્ય લોકોને વધુ વળતર મળી રહ્યું છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને SBIની RD સ્કીમમાં વધુ વ્યાજનો લાભ મળી રહ્યો છે.