Post Office Saving Scheme: પૈસાની સુરક્ષા સાથે સારા રિટર્નની ગેરન્ટી, જાણો શાનદાર સ્કીમના ફિચર્સ?
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ્સમાં તમને ચોક્કસપણે સારું વળતર મળે છે. તેમાં રોકાયેલા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. બેન્કના સેવિંગ એકાઉન્ટની સરખામણીએ પોસ્ટ ઓફિસના બચત ખાતામાં પણ વધુ વ્યાજ મળે છે અને વધુ સારી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કરાયેલા નાણાંની સુરક્ષાની પણ ભારત સરકાર દ્વારા ખાતરી આપવામાં આવે છે. આ ખાતું વ્યક્તિગત રીતે ખોલી શકાય છે એટલે કે વ્યક્તિગત , સંયુક્ત (બે લોકો), વાલી, સગીર વતી વાલી. જો કોઈ સગીર 10 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોય તો તે પોતાના નામે પણ ખાતું ખોલાવી શકે છે.
મિનિમમ બેલેન્સની રકમ મહિનાની 10મી અને છેલ્લી તારીખની વચ્ચે આવે તો કોઈપણ મહિનામાં કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. આવકવેરાની કલમ 80TTA મુજબ, તમામ બચત બેંક ખાતાઓ પર એક વર્ષમાં 10,000 રૂપિયા સુધીની વ્યાજની આવક પર કર મુક્તિનો દાવો કરી શકાય છે.
ચેકબુક, એટીએમ કાર્ડ, ઈન્ટરનેટ બેંકિંગ/મોબાઈલ બેંકિંગ, આધાર સીડીંગ, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભો પણ પોસ્ટ ઓફિસ બચત ખાતા પર મેળવી શકાય છે. જો કે, આ માટે તમારે તમામ યોજનાઓ માટે અરજી કરવી પડશે.
પોસ્ટ ઑફિસની ઑફિશિયલ વેબસાઈટ અનુસાર, જ્યારે પણ તમે પોસ્ટ ઑફિસમાં આ ખાતું ખોલો છો, તમારે તે જ સમયે નોમિનીની વિગતો આપવી પડશે.