Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, 115 મહિનામાં રૂપિયા થશે ડબલ

Kisan Vikas Patra: પોસ્ટ ઓફિસ દરેક વિભાગની જરૂરિયાતો અનુસાર નાની બચત યોજનાઓ શરૂ કરતી રહે છે. આજે અમે તમને એક નાની બચત યોજના કિસાન વિકાસ પત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પ્રતિકાત્મક તસવીર

1/7
Kisan Vikas Patra: પોસ્ટ ઓફિસ દરેક વિભાગની જરૂરિયાતો અનુસાર નાની બચત યોજનાઓ શરૂ કરતી રહે છે. આજે અમે તમને એક નાની બચત યોજના કિસાન વિકાસ પત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
2/7
જો તમે રિસ્ક ફ્રી સ્કીમની શોધમાં છો તો કિસાન વિકાસ પત્ર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તે ગ્રાહકોને શાનદાર વ્યાજ આપે છે અને લાંબા ગાળે તેમના નાણાં ડબલ કરે છે.
3/7
કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ તમને ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં જમા રકમ પર ચક્રવૃદ્ધિ પર 7.5 ટકા વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે તમે તેમાં ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો.
4/7
પોસ્ટ ઓફિસે રોકાણ કરવાની રકમ પર કોઈ ઉપલી મર્યાદા નક્કી કરી નથી. તમે સ્કીમમાં ઓછામાં ઓછી 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો.
5/7
જો તમે આ સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને કુલ 9 વર્ષ 7 મહિના એટલે કે 115 મહિનામાં 20 લાખ રૂપિયા મળી શકે છે.
6/7
પોસ્ટ ઓફિસ આ ખાતાને સિંગલ અને જોઇન્ટ બંને રીતે ઓપન કરાવવાનો વિકલ્પ આપે છે. જોઇન્ટ એકાઉન્ટ ત્રણ લોકો એકસાથે ખોલાવી શકે છે.
7/7
જો કોઈ ખાતાધારકનું મૈચ્યોરિટી અદાઉ મૃત્યુ થાય છે તો ખાતામાં જમા થયેલી રકમ નોમિની અથવા વારસદારને આપવામાં આવશે. જો તમે પાકતી મુદત પહેલા ખાતું બંધ કરવા માંગો છો તો તમે 2 વર્ષ અને 6 મહિના પછી તે કરી શકો છો.
Sponsored Links by Taboola