Gujarat Rain: આગામી પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે

Gujarat Rain: આગામી પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે

પ્રતિકાત્મક તસવીર

1/6
રાજ્યમાં અનેક જગ્યાએ ચોમાસુ ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/6
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે જેમાં જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.
3/6
વિવિધ જિલ્લાઓમાં ચોમાસુ ફરી સક્રિય થતાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
4/6
હવામાન વિભાગની આગાહી મુજબ 25 જૂલાઈ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
5/6
અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી લઈ ભારે વરસાદ થવાની શક્યતા છે.
6/6
આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Sponsored Links by Taboola