Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ

eKYC વેરિફિકેશન દરમિયાન, એવું બહાર આવ્યું કે ઘણા એવા રેશનકાર્ડ ધારકો છે જેઓ આવકવેરો ચૂકવે છે. પરંતુ આ પછી પણ રેશનકાર્ડનો લાભ લેતા આવા લોકોના કાર્ડ કપાયા છે. આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકો રાશન લેવા માટે હકદાર નથી. આવા લોકોની ઓળખ કર્યા બાદ તેમના કાર્ડ રદ કરવામાં આવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આવક કરદાતાઓ, જેઓ એસી, ફોર વ્હીલર, 5 KVA અથવા વધુ ક્ષમતાના જનરેટર ધરાવતા હોય તેમને રેશનકાર્ડ જારી કરી શકાતા નથી. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં એક કરતા વધુ હથિયાર લાયસન્સ અને 5 એકરથી વધુ પિયત જમીન ધરાવતા પરિવારો પણ રેશનકાર્ડના દાયરામાં આવશે નહીં.

જો તમારી પાસે શહેરી વિસ્તારમાં 100 મીટરથી વધુનો પ્લોટ હોય અથવા તેના પર ઘર બાંધવામાં આવ્યું હોય, તો તમને રેશન કાર્ડ માટે અયોગ્ય ગણવામાં આવશે. આ ઉપરાંત, જો પરિવારના વડાના મૃત્યુ વિશે અથવા તે અન્ય રાજ્યમાં ગયા પછી માહિતી આપવામાં ન આવે તો રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે.
ગ્રામીણ વિસ્તારોમાં પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે શહેરી વિસ્તારોમાં વાર્ષિક મર્યાદા 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આનાથી વધુ આવક ધરાવતા લોકો રેશનકાર્ડ માટે યોગ્યતાથી બહાર છે. યુપીમાં, રાશન કાર્ડનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જે રાજ્યના રહેવાસી છે અને તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
રેશનકાર્ડ બનાવવા માટે આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસ બુક, આધાર કાર્ડ, અરજદાર અને પરિવારના તમામ સભ્યોના ફોટા જરૂરી છે.