હવે આ બેંકોમાંથી 20,000 રૂપિયાથી વધુની રોકડ લોન નહીં મળે, RBIએ આપી કડક સૂચના!
આ સપ્તાહની શરૂઆતમાં આરબીઆઈ (RBI)એ એનબીએફસી કંપનીઓને સોના સામે લોન (Loan) આપતી વખતે આવકવેરાના નિયમો અનુસાર રૂ. 20,000 થી વધુ રોકડ ચૂકવણી ન કરવા જણાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરબીઆઈ (RBI)એ તેની એડવાઈઝરીમાં આ નાણાકીય સંસ્થાઓને ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 269SSનું પાલન કરવાનું કહ્યું છે. આ આવકવેરા કાયદામાં એવી જોગવાઈ છે કે કોઈપણ વ્યક્તિ માટે રોકડની મંજૂર મર્યાદા 20,000 રૂપિયા છે.
આરબીઆઈ (RBI)એ તાજેતરમાં IIFL ફાઇનાન્સના નિરીક્ષણ દરમિયાન કેટલીક ચિંતાઓ વ્યક્ત કરી હતી, ત્યારબાદ કંપનીને ગોલ્ડ લોન (Loan) મંજૂર કરવા અથવા લોન (Loan) આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રિઝર્વ બેંકની આ સલાહ પર મણપ્પુરમ ફાઇનાન્સના એમડી અને સીઇઓ વીપી નંદકુમારે કહ્યું કે રોકડ લોન (Loan) આપવા માટે 20,000 રૂપિયાની મર્યાદાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે મણપ્પુરમ ફાઇનાન્સની અડધી લોન (Loan) ઓનલાઈન મોડ દ્વારા વિતરિત કરવામાં આવે છે અને શાખાઓમાંથી મળેલી લોન (Loan) માટે પણ મોટાભાગના ગ્રાહકો ડાયરેક્ટ ટ્રાન્સફર પસંદ કરે છે. ઈન્ડેલ મનીના સીઈઓ ઉમેશ મોહનને જણાવ્યું હતું કે આ નિર્દેશ પારદર્શિતા અને વધુ સારી રીતે પાલન કરવામાં મદદ કરશે પરંતુ તેની અસર પડી શકે છે કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં ઘણા લોકો ઔપચારિક બેંકિંગ સિસ્ટમનો ભાગ નથી.
મોહનને જણાવ્યું હતું કે આ નિર્દેશ અજાણતામાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને કટોકટીની સ્થિતિમાં પણ ગોલ્ડ લોન (Loan) મેળવવાથી અટકાવી શકે છે, જેનાથી નાણાકીય પહોંચ મર્યાદિત થઈ શકે છે.