RBI: 2,000 રૂપિયાની નોટો બદલવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ કે ઓગસ્ટ નહીં પણ સપ્ટેમ્બર 30 જ કેમ રાખામાં આવી?
2000 રૂપિયાની નોટો બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. જો કે આરબીઆઈએ તેના સર્ક્યુલરમાં સ્પષ્ટ કર્યું નથી કે આ પછી શું થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે પહેલીવાર 2000 રૂપિયાની નોટ બદલવાને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે લીગલ ટેન્ડર રહેશે.
ગવર્નરે કહ્યું કે આરબીઆઈનો 2000 રૂપિયાની નોટ જારી કરવાનો હેતુ પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે બજારમાં અન્ય મૂલ્યની પૂરતી નોટો ઉપલબ્ધ છે, એક્સચેન્જ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.
માત્ર 30 સપ્ટેમ્બર જ કેમ એ પ્રશ્ન પર ગવર્નરે કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવા પાછળનું કારણ નોટ બદલવા માટે 4 મહિનાનો સમય આપવાનો છે.
કારણ કે આ સમય દરમિયાન નોટ સરળતાથી બદલી શકાય છે. RBI ગવર્નરે કહ્યું કે નોટો બદલવા માટે 4 મહિનાનો સમય ઘણો વધારે છે. કોઈપણ મુશ્કેલી અને ઉતાવળ વગર નોટ બદલી શકાય છે.
તમને જણાવી દઈએ કે 2000 રૂપિયાની નોટ 2016માં નોટબંધી દરમિયાન જારી કરવામાં આવી હતી અને 2018-19માં તેની પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવી હતી.