Rules Will Change From Feb 1: આજથી બદલાશે આ મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

પ્રતિકાત્મક તસવીર

1/5
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હવે રૂ. 2 લાખથી રૂ. 5 લાખ વચ્ચેના IMPS વ્યવહારો માટે રૂ. 20 સાથે GST વસૂલશે. ઓક્ટોબર 2021માં, RBIએ IMPS દ્વારા ટ્રાન્ઝેક્શનની મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી હતી. હવે SBIના ગ્રાહકો 2 લાખ રૂપિયાના બદલે 5 લાખ રૂપિયાના દૈનિક વ્યવહારો કરી શકશે.
2/5
એલપીજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે જાહેર કરવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આજે એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરે છે કે કેમ, કારણ કે ફેબ્રુઆરી અને માર્ચમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં સરકાર એલપીજીના ભાવમાં વધારો નહીં કરે તેવી શક્યતા છે.
3/5
બેંક ઓફ બરોડાના ગ્રાહકોના ચેક ક્લિયરન્સ સંબંધિત નિયમો 1 ફેબ્રુઆરીથી બદલાશે. હવે આજથી ચેક પેમેન્ટ માટે ગ્રાહકોએ પોઝિટિવ પે સિસ્ટમનું પાલન કરવું પડશે. મતલબ કે હવે ચેકથી સંબંધિત માહિતી પણ મોકલવી પડશે, તો જ ચેક ક્લિયર થશે. જોકે, આ ફેરફાર રૂ. 10 લાખથી વધુના ચેક ક્લિયરન્સ માટે લાગુ પડશે.
4/5
પંજાબ નેશનલ બેંક (PNB) એ EMI અથવા અન્ય કોઈપણ વ્યવહારમાં અપૂરતી બેલેન્સને કારણે ચુકવણી કરવામાં નિષ્ફળતા માટે 250 રૂપિયા દંડ તરીકે વસૂલવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી PNB ગ્રાહક પાસેથી દંડ તરીકે 100 રૂપિયા વસૂલતું હતું.
5/5
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) એ તેના બચત ખાતા પર વ્યાજ દરોમાં કાપની જાહેરાત કરી છે. IPPBએ વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો કર્યો છે. આ નવા દરો 1 ફેબ્રુઆરીથી લાગુ થશે. આઈપીપીબી, જે ઈન્ડિયા પોસ્ટ હેઠળ ચાલે છે, તેણે કહ્યું કે 1 લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીના બચત ખાતા પર અગાઉના 2.75ને બદલે 2.5 ટકા વ્યાજ આપવામાં આવશે. બેંકે વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક હવે 1 લાખ રૂપિયા સુધીના સ્લેબ પર 2.50 ટકા વ્યાજ દર મેળવતી હતી.
Sponsored Links by Taboola