મ્યુચ્યુઅલ ફંડ પર મળે છે લોન, SBI કસ્ટમર્સને ઓનલાઈન બેન્કિંગ અને YONO એપ પર મળે છે આ સર્વિસ
SBI Loan against Mutual Fund:દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહકો તેમના ઈન્ટરનેટ બેંકિંગ (INB) અને YONO એપ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ (MF) યુનિટ્સ પર ઓનલાઈન લોન લઈ શકે છે. SBI આમ કરનારી દેશની પ્રથમ બેંક બની છે. આ નવી સુવિધા સાથે ગ્રાહકો તેમના ઘરની આરામથી લોન લઈ શકશે. આ સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ પ્રક્રિયા છે, જે ગ્રાહકો માટે 24x7 ઉપલબ્ધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી લોન સુવિધા CAMS સાથે નોંધાયેલ તમામ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs)ની મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ માટે આકર્ષક વ્યાજ દરે પૂરી પાડવામાં આવે છે. અગાઉ આ સુવિધા SBI મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ સુધી મર્યાદિત હતી. જેનો લાભ ગ્રાહકો શાખાની મુલાકાત લઈને મેળવી શકતા હતા.
એસબીઆઈના ચેરમેન દિનેશ ખરાએ જણાવ્યું હતું કે, “અમને ઈન્ટરનેટ બેન્કિંગ અને YONO એપ પર અમારા ગ્રાહકો માટે MF યુનિટ્સ સામે લોનની સુવિધા શરૂ કરવામાં આનંદ થાય છે. તેઓ ફ્રી અને પેપરલેસ લોન પ્રક્રિયાનો અનુભવ કરી શકે છે અને ભંડોળની તાત્કાલિક જરૂરિયાતના કિસ્સામાં તેમના MF યુનિટ્સ વેચવાની જરૂર રહેશે નહીં.
આ લોન્ચ સાથે, SBI મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ પર એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ લોન ઓફર કરનાર ભારતમાં પ્રથમ જાહેર ક્ષેત્રની બેંક (PSB) બની છે.
ગ્રાહકો મ્યુચ્યુઅલ ફંડ સામે ઓછામાં ઓછા રૂ. 25,000 સુધીની લોન લઈ શકે છે. આના ઉપર તમે મહત્તમ 5 કરોડ રૂપિયાની લોન લઈ શકો છો.
આમાં, તમે ઇક્વિટી/ હાઇબ્રિડ/ ઇટીએફ એમએફ હેઠળ રૂ. 20 લાખ સુધીની અને ડેટ/ એફએમપી એમએફ (મ્યુચ્યુઅલ ફંડ્સ સામે લોન) હેઠળ રૂ. 5 કરોડ સુધીની લોન લઈ શકો છો.