Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
SBI એ તેના ગ્રાહકોને મોકલ્યો એલર્ટ મેસેજ, જો તમને આ નંબરો પરથી કોલ આવે તો રહો સાવચેત
જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહક છો, તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. SBIએ તેના ગ્રાહકોને 2 મોબાઈલ નંબર સાથે સાવધાન રહેવા કહ્યું છે. બેંકનું કહેવું છે કે આ નંબરોનો ઉપયોગ ફિશિંગ માટે કરવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSBI બેંકે આ નંબરો પરથી મોકલવામાં આવેલી કોઈપણ લિંક પર ક્લિક કરવાની સખત મનાઈ ફરમાવી છે. આસામ CID એ આ નંબરો વિશે ચેતવણી આપનાર સૌપ્રથમ હતું. CIDએ એક ટ્વીટમાં લખ્યું, “SBI ગ્રાહકોને 2 નંબરો પરથી કોલ આવી રહ્યા છે જેમાં તેમને KYC અપડેટ કરવા માટે ફિશિંગ લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું છે. એસબીઆઈના તમામ ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આવી કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરે.
બેંકે પણ આ ટ્વીટની પુષ્ટિ કરી છે અને તેના ગ્રાહકોને ફોન ન ઉપાડવા અને KYC અપ ડેટ લિંક પર ક્લિક ન કરવા જણાવ્યું છે. બેંકે માત્ર કોલ પર જ નહીં પરંતુ એસએમએસ, ઈમેલ વગેરે પર પણ આવી લિંકથી સાવચેત રહેવા જણાવ્યું છે. આ મહત્વપૂર્ણ નંબરો કોઈની સાથે શેર કરશો નહીં.
તમારી જન્મતારીખ, ડેબિટ કાર્ડ નંબર, ઈન્ટરનેટ બેન્કિંગ યુઝર આઈડી અને પાસવર્ડ, ડેબિટ કાર્ડ પિન, સીવીવી અને ઓટીપી જેવા નંબરો કોઈની સાથે શેર કરશો નહીં. આ સિવાય SBI, RBI, ગવર્નમેન્ટ, ઓફિસ, પોલીસ અને KYC ઓથોરિટીના નામ પર આવતા ફોન કોલ્સથી સાવધાન રહો.
આ સિવાય ફોન પર કોઈપણ એપ કે કોઈ પણ એપને તમારા ફોનમાં કોઈ અજાણ્યા સ્ત્રોત દ્વારા ડાઉનલોડ કરશો નહીં. અજાણ્યા લોકો દ્વારા મોકલવામાં આવેલા મેઇલ અને મેસેજની કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં. તમને સોશિયલ મીડિયા અથવા મેસેજ અને ફોન પર મળતી કોઈપણ પ્રકારની નકલી ઑફર્સથી સાવધ રહો.
એસબીઆઈએ કહ્યું છે કે બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડ નંબર રાખવા અથવા તેની તસવીર લેવાથી પણ તમારી માહિતી લીક થવાનું જોખમ રહેલું છે. તમારું એકાઉન્ટ પણ સંપૂર્ણપણે ખાલી હોઈ શકે છે.