SCSS vs FD Scheme: વરિષ્ઠ નાગરિક બચત યોજના કે બેંક FD, ક્યાં રોકાણ કરવાં પર વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ મળશે, જાણો
SCSS vs FD Scheme: સરકારે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે એટલે કે એપ્રિલથી જૂન સુધીના વ્યાજ દરો 8 ટકાથી વધારીને 8.20 ટકા કર્યા છે. આ વધારા બાદ હવે વરિષ્ઠ નાગરિકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે SCSS અને બેંકની FD સ્કીમમાં ક્યાં રોકાણ કરવું વધુ ફાયદાકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરિષ્ઠ નાગરિક યોજનામાં રોકાણ કરવા પર, તમને 30 લાખ રૂપિયા સુધીની રોકાણ મર્યાદા મળશે. આમાં તમે કુલ 5 વર્ષ માટે પૈસા રોકી શકો છો.
બીજી તરફ, બેંકોની વાત કરીએ તો, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને 1 થી 2 વર્ષની FD પર 7.3 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. તે જ સમયે, બેંક 2 થી 3 વર્ષની FD પર 7.5 ટકા વ્યાજ આપી રહી છે.
HDFC બેંક, દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક, તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને 15 થી 18 મહિનાની FD પર 7.60 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
ICICI બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને 15 થી 18 મહિનાની FD પર 7.60 ટકા વ્યાજ આપી રહી છે.
આવી સ્થિતિમાં, જો દેશની ટોચની બેંકો સાથે સરખામણી કરવામાં આવે તો, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ FD સ્કીમ કરતાં વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે.