PPF, KVP, SSY સહિત તમામ બચત યોજનાઓના વ્યાજ દરને લઈ સરકારનો મોટો નિર્ણય, જાણો હવે કેટલું વળતર મળશે

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫) માટે તમામ સરકારી નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.

આ સતત સાતમું ક્વાર્ટર છે જ્યારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), કિસાન વિકાસ પત્ર (KVP) અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) જેવી યોજનાઓના દરો સ્થિર રાખવામાં આવ્યા છે. રોકાણકારોને આગામી ત્રણ મહિના માટે હાલના દરે જ વળતર મળતું રહેશે.

1/5
નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ, ૧ ઓક્ટોબર, ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીના ત્રીજા ક્વાર્ટર માટે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રોકાણકારો માટે આનો અર્થ એ છે કે તેમની બચત યોજનાઓ પર સ્થિર વળતર મળવાનું ચાલુ રહેશે.
2/5
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ત્રીજા ક્વાર્ટરમાં વિવિધ બચત યોજનાઓ પર મળતા હાલના વ્યાજ દરો. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS): ૮.૨ ટકા, સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY): ૮.૨ ટકા, કિસાન વિકાસ પત્ર (KVP): ૭.૫ ટકા.
3/5
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS): ૭.૪ ટકા, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF): ૭.૧ ટકા, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC): ૬.૯ ટકા થી ૭.૫ ટકા સુધી (સમયગાળા અનુસાર), પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) ખાતું: ૬.૭ ટકા, પોસ્ટ ઓફિસ બચત ખાતું: ૪ ટકા
4/5
સામાન્ય રીતે, કેન્દ્ર સરકારનું નાણા મંત્રાલય દર ત્રણ મહિને (ક્વાર્ટરે) સરકારી બચત યોજનાઓ પરના વ્યાજ દરોની સમીક્ષા કરીને તેમાં ફેરફાર કરે છે. જોકે, આ વખતે સતત સાતમા ક્વાર્ટરમાં દરો યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.
5/5
વ્યાજ દરોમાં છેલ્લો સુધારો ૨૦૨૩-૨૪ના ચોથા ક્વાર્ટરમાં કરવામાં આવ્યો હતો. રોકાણકારોને સલાહ છે કે તેઓ પોતાની બચતનું આયોજન કરતી વખતે આ સ્થિર દરોને ધ્યાનમાં લે.
Sponsored Links by Taboola