Credit Score: ઓછા ક્રેડિટ સ્કોરના કારણે થઇ શકે છે મોટું નુકસાન, ક્રેડિટ સ્કોર સુધારવા માટે આ સરળ રીત અપનાવો
જો તમે લોન લેવા માટે કોઈપણ બેંક અથવા NBFCમાં જાઓ છો, તો સૌથી પહેલા તમારો ક્રેડિટ સ્કોર તપાસવાની માંગ કરવામાં આવે છે. જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો છે, તો લોન મેળવવી મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં તમારો ક્રેડિટ સ્કોર યોગ્ય રાખવો ખૂબ જ જરૂરી છે. અમે તમને કેટલાક સરળ સ્ટેપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારો ક્રેડિટ સ્કોર સુધારી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમારા ક્રેડિટ સ્કોરને અપ ટુ ડેટ રાખવા માટે તમારા નાણાકીય રેકોર્ડ્સ અને પ્રવૃત્તિઓને ટ્રૅક કરો. આ સાથે તમે લીધેલી લોન અને તેની EMI તારીખ વિશે સચોટ માહિતી મેળવતા રહો છો. આ સાથે, તમે ક્રેડિટ કાર્ડની સૂચિ અને તેના બિલની ચુકવણી વિશે પણ માહિતી આપો છો.
તમારી લોન સમયસર ચૂકવવાનો પ્રયાસ કરો. EMI ચુકવણીની તારીખ પર વિશેષ ધ્યાન આપો કારણ કે EMI મોડું ચૂકવવાથી તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર પડી શકે છે.
આ સાથે ક્રેડિટ કાર્ડના ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો પર પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ધ્યાનમાં રાખો કે ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો (CUR) 30 ટકાથી વધુ ન હોવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારા ક્રેડિટ કાર્ડની મર્યાદા 1 લાખ છે, તો તમારે કુલ રકમના 30,000 થી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં.
ઉપરાંત લોનની અરજીઓને વારંવાર નકારવાથી પણ ક્રેડિટ સ્કોરને અસર થાય છે. આવી સ્થિતિમાં, સૌથી પહેલા ક્રેડિટ સ્કોર સુધાર્યા પછી જ લોન માટે અરજી કરો.
ક્રેડિટ કાર્ડ કેન્સલ કરવાથી તમારા ક્રેડિટ સ્કોર પર પણ ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં સમયાંતરે તમારો ક્રેડિટ સ્કોર ચેક કરીને તમે ઓછા ક્રેડિટ સ્કોરની મુશ્કેલીથી બચી શકો છો.
તમામ તસવીરોઃ Freepik