Tax Saving FDs: ટેક્સ સેવિંગની સાથે મળશે તગડા વળતરનો લાભ, આ બેંકોની એફડી સ્કીમમાં આજે જ કરો રોકાણ!
જો તમે રોકાણ માટે શ્રેષ્ઠ ટેક્સ સેવિંગ FD પ્લાન શોધી રહ્યા છો, તો અમે તમને 5 બેંકોની 5 વર્ષની ટર્મની ટેક્સ સેવિંગ FD સ્કીમ્સ વિશે જણાવી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHDFC બેંકની 5 વર્ષની ટેક્સ સેવિંગ સ્કીમ હેઠળ સામાન્ય ગ્રાહકોને 7.50 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકાના વ્યાજ દરનો લાભ મળશે.
DCB બેંક સામાન્ય ગ્રાહકોને 5 વર્ષની ટેક્સ સેવર FD પર 7.40 ટકા વ્યાજ દર અને વરિષ્ઠ નાગરિકોને 7.90 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
પંજાબ નેશનલ બેંક સામાન્ય ગ્રાહકોને 5 વર્ષની ટેક્સ સેવિંગ એફડી સ્કીમ પર 6.50 ટકા વ્યાજ દર અને વરિષ્ઠ નાગરિકોને 7.00 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય ગ્રાહકોને 5 વર્ષની ટેક્સ સેવિંગ FD પર 6.50 ટકા વ્યાજ દર અને વરિષ્ઠ નાગરિકોને 7.00 ટકા વ્યાજ દરનો લાભ આપી રહી છે.
એક્સિસ બેંકના સામાન્ય ગ્રાહકોને 5 વર્ષની ટેક્સ સેવિંગ FD 7.00 ટકા વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને ટેક્સ સેવિંગ FD પર 7.75 ટકા વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે.