Term Insurance: ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદતી વખતે આ મુદ્દાઓ રાખો ધ્યાનમાં, આખો પરિવાર રહેશે સુરક્ષિત
Term Insurance Buying Tips: ટર્મ ઈન્સ્યોરન્સ એ સામાન્ય જીવન વીમાનો એક ભાગ છે. આ વીમાનું કવર ત્યારે જ મળે છે જ્યારે વીમાધારક મૃત્યુ પામે છે. આ કિસ્સામાં, નોમિનીને વીમાની સંપૂર્ણ રકમ મળે છે.(PC: Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવી સ્થિતિમાં, જો તમે પણ ટર્મ ઇન્શ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો આ વિશે જાણીએ. (PC: Freepik)
તમે 18 વર્ષની ઉંમરથી લઈને 65 વર્ષની ઉંમર સુધી ટર્મ ઈન્સ્યોરન્સ લઈ શકો છો. પરંતુ સામાન્ય રીતે નિષ્ણાતો લોકોને 20 થી 25 વર્ષની ઉંમરે ટર્મ ઈન્સ્યોરન્સ લેવાની સલાહ આપે છે અને પોલિસીની મુદત વધુ લાંબી રાખવાનું કહે છે. (PC: Freepik)
ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે તે તમારી ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ હોવા જોઈએ. નિષ્ણાતોના મતે, ટર્મ ઈન્સ્યોરન્સે ચોક્કસપણે ઓછામાં ઓછું 9 થી 10 ગણું વળતર આપવું જોઈએ.(PC: Freepik)
ટર્મ ઇન્શ્યોરન્સ લેતી વખતે, જો તમે તમારી બીમારી વિશે સાચી માહિતી નથી આપતા, તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. બાદમાં આવા લોકોને ક્લેમ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. (PC: Freepik)
ટર્મ ઈન્સ્યોરન્સ પસંદ કરતી વખતે, તમે જે કંપની પાસેથી વીમો ખરીદો છો તેનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો શું છે તે તપાસો. ઓછા ક્લેમ સેટલમેન્ટ રેશિયો ધરાવતી કંપની પાસેથી ટર્મ ઈન્સ્યોરન્સ લેવાનું ટાળો. (PC: Freepik)