Bank FD Rates:આ 7 બેંકોમાં FD કરાવવા પર ફાયદો, ગ્રાહકોને મળી રહ્યું છે 9 ટકાથી વધુ વ્યાજ

Bank FD Rates:આ 7 બેંકોમાં FD કરાવવા પર ફાયદો, ગ્રાહકોને મળી રહ્યું છે 9 ટકાથી વધુ વ્યાજ

તસવીર સોશિયલ મીડિયા

1/9
FD Interest Rates: આજે 21 ઓગસ્ટે World Senior Citizens Day ઉજવાય છે. આવો જાણીએ કઈ બેંકોમાં એફડી પર વધુ વ્યાજ મળી રહ્યું છે.
2/9
રોકાણકારો માટે બેક એફડીને શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક ગણવામાં આવે છે. ગત વર્ષમાં મે મહિનાથી સતત રેપો રેટમાં વધારો થયા બાદ ઘણી બેંકો FD પર સારું વ્યાજ ઓફર કરી રહી છે. આજે અમે તમને એવી 7 બેંકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે હાલમાં FD પર 9-9 ટકાથી વધુ વ્યાજ આપી રહી છે. જોકે આ વ્યાજ દર વરિષ્ઠ નાગરિકો માટે છે. કારણ કે આજે 21 ઓગસ્ટે World Senior Citizens Day ઉજવવામાં આવે છે.
3/9
ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક (Equitas Small Finance Bank) : ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંકે આજથી જ નવા દરો લાગુ કર્યા છે. ત્યારબાદ 444 દિવસની FD પર વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 9 ટકા થઈ ગયો છે.
4/9
ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેંક (ESAF Small Finance Bank): આ બેંક વરિષ્ઠ નાગરિકોને 2 થી 3 વર્ષની FD પર 9 ટકા વ્યાજ આપે છે.
5/9
ફિનકેયર સ્મોલ ફાઇનાન્સ બેંક (Fincare Small Finance Bank): ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકમાં એફડીના દરો હાલમાં 9.11 ટકા સુધી છે.
6/9
જન સ્મોલ ફાઇનાન્સ બેંક (Jana Small Finance Bank): આ બેંક હાલમાં વરિષ્ઠ નાગરિકોને FD પર 9 ટકા વ્યાજ આપે છે.
7/9
નોર્થ ઇસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક (North East Small Finance Bank): નોર્થ ઇસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકોને 9.25 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે.
8/9
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક (Suryoday Small Finance Bank): આ SFBમાં 2 વર્ષથી 3 વર્ષની FD પર 9.10 ટા વ્યાજ અને 15 મહિનાથી 2 વર્ષની FD પર 9 ટકા વ્યાજ મળી રહ્યું છે.
9/9
યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક (Unity Small Finance Bank): આ બેંક 1001 દિવસની મુદત પર 9.50 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે. નવા દર 11 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે.
Sponsored Links by Taboola