Financial Rules: 1 ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર
Financial Rule Change From August 2023: જુલાઇ મહિના અંતિમ દિવસ ચાલી રહ્યા છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ ઘણા નિયમો બદલાશે જેની સીધી અસર તમારા પર પડશે. જાણો આગામી મહિનાથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSBIની અમૃત કલશ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ, 2023 છે. આ 400 દિવસની વિશેષ FD સ્કીમ સ્કીમ છે, જેમાં સામાન્ય લોકોને 7.1 ટકા અને વરિષ્ઠ નાગરિકોને રોકાણ પર 7.6 ટકા વ્યાજ મળશે.
જો તમે 31 જુલાઈ 2023 સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરો તો તમારે પેનલ્ટી ભરીને 1 ઓગસ્ટથી ITR ફાઈલ કરવી પડશે.
ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. ઓઈલ કંપનીઓ સામાન્ય રીતે પહેલી અને 16 તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરી શકે છે. તે જ સમયે, CNG અને PNGની કિંમતમાં ફેરફાર થઈ શકે છે.
જો તમારી પાસે ઓગસ્ટ મહિનામાં બેંક સંબંધિત મહત્વપૂર્ણ કામ છે, તો ધ્યાનમાં રાખો કે આ મહિનામાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે.
જો તમે એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા ખિસ્સા પર અસર થશે. એક્સિસ બેંક અને ફ્લિપકાર્ટથી ખરીદી કરનારા લોકોને હવે 12 ઓગસ્ટથી ક્રેડિટ કાર્ડની ખરીદી પર ઓછું કેશબેક મળશે.