SIP માં રોકાણ કરતા પહેલા આ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન, જાણો
SIP માં રોકાણ કરતા પહેલા આ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન, જાણો
Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6

હાલના સમયમાં લોકો પૈસાનું રોકાણ કરવા માટે જાગૃત બન્યા છે. મ્યુચ્યુલ ફંડમાં રોકાણ વધ્યું છે. રોકાણ કરવા માટે SIP સૌથી બેસ્ટ છે. પરંતુ એસઆઈપીમાં રોકાણ કરતા પહેલા તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે તમને લાંબા ગાળે ફાયદાકારક થશે.
2/6
મ્યુચ્યુઅલ ફંડ SIP શેર માર્કેટમાં નાણાંનું રોકાણ કરે છે. આવી સ્થિતિમાં વળતરમાં પણ વધઘટ જોવા મળી શકે છે. પરંતુ, શેરોમાં સીધા રોકાણ કરતાં તે વધુ સુરક્ષિત છે. જો તમે સીધા જ શેરબજારમાં નાણાંનું રોકાણ કરો છો, તો તે વધુ જોખમી બની શકે છે કારણ કે તેના માટે ઘણાં સંશોધનની જરૂર છે.
3/6
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે SIP માર્કેટ સાથે જોડાયેલી હોવાથી તેમાં વળતરની ખાતરી આપી શકાતી નથી. તેમ છતાં, સરેરાશ 12 ટકા સુધીનું વળતર ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. જો તમે પણ SIP લેવા જઈ રહ્યા છો, તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
4/6
જો તમે SIP દ્વારા પૈસા કમાવવા માંગો છો, તો તમારે ધીરજ રાખવી પડશે. એવું નથી કે જો થોડા મહિનાઓ સુધી અપેક્ષિત વળતર ન દેખાય તો SIP બંધ કરી નાખવી. તમે ઓછા પૈસાથી રોકાણ કરવાનું શરૂ કરો છો, પરંતુ તેને સતત ચાલુ રાખો.
5/6
મોટી રકમ સાથે SIP શરૂ કરશો નહીં. જો તમે વધુ પૈસાની SIP કરો છો, તો કોઈપણ નાણાકીય સમસ્યાના કિસ્સામાં તેને ચાલુ રાખવું મુશ્કેલ બનશે. તમારે તમારા મૂલ્યાંકન મુજબ દર વર્ષે SIP રકમ વધારતા રહેવું જોઈએ. તમે તેને 5 અથવા 10 ટકાથી પણ ટોપ કરી શકો છો.
Continues below advertisement
6/6
મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરતા પહેલા સાર ફંડની પસંદગી કરો જેથી લાંબા સમય સુધી રોકાણ કરવાથી તમને સારુ વળતર મળી શકે.
Published at : 29 Jan 2025 08:39 PM (IST)