પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે બેંક એકાઉન્ટ લિંક કરવું જરૂરી છે, જાણો સરળ પ્રોસેસ
જો જરૂરી હોય તો, તમે PFમાંથી ગમે ત્યારે પૈસા ઉપાડી શકો છો. તેના માટે, તમારા પીએફ ખાતાના તમામ કાગળ પૂરા કરવા જોઈએ. જેમાં તમારું બેંક એકાઉન્ટ પીએફ એકાઉન્ટ સાથે લિંક કરવું પણ જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમારી બેંક તમારા પીએફ ખાતામાં લિંક નથી. અથવા તમારું લિંક કરેલ બેંક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. પછી તમને પૈસા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે બેંકને તમારા પીએફ ખાતા સાથે કેવી રીતે લિંક કરવું.
બેંક ખાતાને તમારા પીએફ ખાતા સાથે લિંક કરવા માટે, સૌ પ્રથમ તમારે EPFO વેબસાઇટ, તેના unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ના આ પૃષ્ઠ પર જવું પડશે.
આ પછી તમારે તમારો UAN નંબર અને પાસવર્ડ નાખવો પડશે. આ સાથે, તમારે નીચેની સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ પણ ભરવાનો રહેશે. આ પછી તમારું એકાઉન્ટ લોગ ઈન થઈ જશે.
image આ પછી તમને સ્ક્રીન પર ઘણા વિકલ્પો જોવા મળશે. ત્યાં જઈને તમારે મેનેજ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારે KYC વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યારબાદ બેંક ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે ત્યાં બેંકની તમામ માહિતી દાખલ કરવી પડશે. 5
બધી માહિતી ભર્યા પછી, તેને ફરી એકવાર તપાસો જેથી કોઈ ભૂલ ન થાય. આ પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, બેંક લિંક માટેની વિનંતી તમારી કંપનીના HR વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવે છે. ત્યાંથી મંજૂરી મળ્યા પછી, બેંક ખાતું તમારા પીએફ ખાતા સાથે લિંક થઈ જશે.