CEO : ભારતમાં આ IT CEOની એક વર્ષની કમાણી સાંભળી આંખે અંધારા આવી જશે
સી વિજયકુમાર, એચસીએલ ટેક્નોલોજીસ : સી વિજયકુમાર, એચસીએલ ટેક્નોલોજીસના સીઈઓ છે જે સૌથી વધુ પગાર મેળવનારા લોકોમાંના એક છે. એચસીએલના વાર્ષિક અહેવાલ મુજબ, 12.5 મિલિયન ડોલર એટલે કે રૂ. 103 કરોડથી વધુનું બે વર્ષનું લાંબા ગાળાનું પ્રોત્સાહન પ્રાપ્ત કર્યા બાદ તેમનો પગાર રૂ. 130 કરોડની આસપાસ પહોંચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથિયરી ડેલાપોર્ટે, વિપ્રો: સૌથી વધુ પગાર મેળવનારાઓની આ યાદીમાં વિપ્રોના સીઈઓ થિએરી ડેલાપોર્ટે પણ સામેલ છે. ગયા વર્ષ સુધી તેના વાર્ષિક પેકેજની વાત કરીએ તો તે 79.8 કરોડ રૂપિયા હતું. પરંતુ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે તેમાં 20% વધુ વધારો થયો છે.
સલિલ પારેખ, ઈન્ફોસીસઃ ઈન્ફોસીસના સલિલ પારેખ સૌથી વધુ પગાર મેળવનારની યાદીમાં ત્રીજા સ્થાને છે. આવું એટલા માટે થયું કારણ કે તાજેતરમાં જ તેમના પગારમાં 43 ટકાનો વધારો થયો છે અને હવે તે વાર્ષિક 71 કરોડ રૂપિયા થઈ ગયો છે.
સીપી ગુરનાની, ટેક મહિન્દ્રાઃ ટેક મહિન્દ્રાના સીઈઓ સીપી ગુરનાની 2012થી કંપનીના ટોચના પદ પર છે. સીપી ગુરનાનીના પગારની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2022 માં જ્યારે તેમનો પગાર 189 ટકા વધ્યો હતો. ત્યારબાદ તે વાર્ષિક 63.4 કરોડ રૂપિયા થઈ ગયો હતો.
રાજેશ ગોપીનાથન, TCS: TCS CEO રાજેશ ગોપીનાથનના પગાર વિશે વાત કરીએ તો, તેઓ નાણાકીય વર્ષ 2022 માં રૂ. 25.77 કરોડના પેકેજ સાથે પાંચમા સ્થાને છે, જે ગત વર્ષ કરતાં 27 ટકા વધુ છે.