નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નિષ્ણાતોના મતે, વર્ષ 2025માં પણ IPO માર્કેટમાં તેજી રહેશે અને ફંડ એકત્ર કરવાનો આંકડો રૂ. 2 લાખ કરોડને પાર કરી શકે છે, જ્યારે વર્ષ 2024માં કંપનીઓએ રેકોર્ડ રૂ. 1.3 લાખ કરોડ એકત્ર કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ IPO: ટ્રેક્ટર અને ક્રેન્સ બનાવતી આ કંપનીનો IPO 31 ડિસેમ્બરે ખુલશે અને 2 જાન્યુઆરીએ બંધ થશે. કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂ. 204-215 પ્રતિ શેર નક્કી કરી છે. રોકાણકારો એક લોટમાં 69 શેર ખરીદી શકશે. આ IPOમાં 86 લાખ નવા શેર અને પ્રમોટર દ્વારા 35 લાખ શેરનું વેચાણ સામેલ છે.
ટેકનિકેમ ઓર્ગેનિક્સ IPO (SME): આ SME IPO 31 ડિસેમ્બરે ખુલશે અને 2 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. આ IPO સંપૂર્ણપણે રૂ. 25 કરોડનું ફ્રેશ ઇક્વિટી ઇશ્યુ છે. ઇશ્યુની કિંમત રૂ. 52-55 પ્રતિ શેર છે. આ કંપની ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ, કોટિંગ્સ અને અન્ય ઉદ્યોગો માટે કેમિકલ્સ બનાવે છે. ટેકનીકેમ ઓર્ગેનિક્સ IPOનો GMP અનલિસ્ટેડ માર્કેટમાં રૂ. 11 છે.
લીઓ ડ્રાય ફ્રુટ્સ એન્ડ સ્પાઈસીસ ટ્રેડિંગ IPO (SME): આ SME IPO નવા વર્ષમાં 1 જાન્યુઆરીએ ખુલશે અને 3 જાન્યુઆરીએ બંધ થશે. શેરનું લિસ્ટિંગ 8 જાન્યુઆરીએ BSE SME પર થશે. પ્રાઇસ બેન્ડ રૂ. 51-52 પ્રતિ શેર છે અને લઘુત્તમ લોટ સાઈઝ 2000 શેર છે, એટલે કે લઘુત્તમ રોકાણ રૂ. 1,04,000 છે. આ કંપની VANDU બ્રાન્ડ હેઠળ મસાલા અને સૂકા ફળોનો વેપાર કરે છે અને FRYD બ્રાન્ડ હેઠળ તળેલી પ્રોડક્ટ્સ બનાવે છે. બજાર વિશ્લેષકોના મતે, લીઓ ડ્રાય ફ્રુટ્સ એન્ડ સ્પાઈસીસ IPOનો GMP રૂ. 0 છે.
ફેબટેક ટેક્નોલોજીસ ક્લીનરૂમ્સ લિમિટેડ IPO: આ IPO 3 જાન્યુઆરીએ ખુલશે અને 7 જાન્યુઆરીએ બંધ થશે. હાલમાં તેની પ્રાઇસ બેન્ડ જાહેર કરવામાં આવી નથી. આ કંપની ફાર્માસ્યુટિકલ, હેલ્થકેર અને બાયોટેક ક્ષેત્રોમાં ક્લીનરૂમ બાંધકામ માટે મોડ્યુલર પેનલ્સ અને દરવાજા બનાવે છે.