EPFO માં ઘરે બેઠા આ રીતે નવો નંબર કરો અપડેટ, એકદમ સરળ છે પ્રોસેસ
EPFO માં ઘરે બેઠા આ રીતે નવો નંબર કરો અપડેટ, એકદમ સરળ છે પ્રોસેસ
પ્રતિકાત્મક તસવીર
1/7
EPFO ના સભ્યો હવે મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન મેળવે છે. જો કોઈ પણ પ્રકારની માહિતી હોય તો તે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવે છે. EPFO સંબંધિત તમામ કામ વેબસાઇટ અથવા ઉમંગ એપ દ્વારા કરવામાં આવે છે.
2/7
EPFO સંબંધિત કોઈપણ કામ કરવા માટે તમારા PF એકાઉન્ટમાં નોંધાયેલ મોબાઇલ નંબરનું એક્ટિવ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે EPFO આ નંબર પર OTP મોકલે છે.
3/7
સૌથી પહેલા તમારા લેપટોપ અથવા મોબાઈલ પર UAN પોર્ટલ ખોલો. તેની લિંક છે- https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ આ પછી, તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગ ઇન કરો.
4/7
આ પછી તમારી સામે એક પેઈજ ખુલશે. આ પેઈજ પર, ટોચના બારમાં હાજર મેનેજ ટૂલ ટેબ પર ક્લિક કરો અને સંપર્ક વિગતો પર જાઓ.
5/7
આ પછી ચેક મોબાઈલ નંબર ઓપ્શન પર ક્લિક કરો. એક નવુ ટેબ તમારી સામે ખુલશે. અહીં તમારે તમારો નવો મોબાઈલ નંબર બે વાર દાખલ કરવો પડશે.
6/7
હવે 'ગેટ ઓથોરાઈઝેશન પિન' પર ક્લિક કરો. તેના પર ક્લિક કરતાની સાથે જ તમને નવો નંબર દેખાવા લાગશે. તમને આ નંબર પર 4 અંકનો પિન મળશે. પેજ પર હાજર ખાલી બોક્સમાં આ PIN ભરો અને નીચે Save Changes પર ક્લિક કરો.
7/7
આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારો મોબાઇલ નંબર UAN પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે. આ પછી, તમને EPFO તરફથી નવો નંબર અપડેટ કરવા અંગેનો મેસેજ પણ મળશે.
Published at : 12 Aug 2025 02:27 PM (IST)