UPI Payment: હવે UPI દ્વારા પેમેન્ટ કરવા માટે ફોનની જરૂર નહીં પડે, માત્ર આ રિંગથી જ થઈ જશે કામ!
gujarati.abplive.com
Updated at:
06 Sep 2023 06:23 AM (IST)
1
UPI Payment Through Digital Ring: પણ શું તમે જાણો છો કે હવે તમે મોબાઈલ ફોન વગર માત્ર એક રીંગ વડે UPI પેમેન્ટ કરી શકશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કેરળના તિરુવનંતપુરમની સ્ટાર્ટઅપ કંપની Acemoney એ આ વિકલ્પ રજૂ કર્યો છે જેના દ્વારા તમે ફોનનો ઉપયોગ કર્યા વિના પણ તમારી UPI ચુકવણી કરી શકો છો.
3
Acemoneyની સ્માર્ટ રિંગ લોન્ચ કરવા પાછળનું કારણ એ છે કે જો તમારી પાસે રોકડ ન હોય તો તમે સ્માર્ટ રિંગ દ્વારા જ સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકો છો.
4
આ સ્પેશિયલ રિંગ ઝિર્કોનિયા સિરામિકમાંથી બનાવવામાં આવી છે જેના કારણે તેને કોઈ પણ પ્રકારના સ્ક્રેચની અસર થશે નહીં.
5
આ રિંગનો ઉપયોગ કરવા માટે તમારે ફોનની જરૂર નથી. આમાં માત્ર પેમેન્ટ ટર્મિનલ પર રાખવાનું રહેશે.
6
આ પછી તમને પેમેન્ટ પહેલા બીપનો અવાજ સંભળાશે અને તે પછી પેમેન્ટ ફોન વગર થઈ જશે.