Utility:ટ્રેનમાં પણ વોટ્સએપ દરેક રીતે કરશે તમારી મદ, બસ આ નંબર પર કરવો પડશે મેસેજ
ઘણીવાર જ્યારે લોકોને ટૂંકા અંતરની મુસાફરી કરવી પડે છે, ત્યારે તેઓ ફ્લાઇટને બદલે રેલવે દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે. કારણ કે ટ્રેનની ટિકિટ ફ્લાઈટ કરતાં સસ્તી છે અને આ તમને એરપોર્ટ પરની પરેશાનીઓથી પણ બચાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલવે મુસાફરોની સુવિધા અને સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આ માટે રેલવે નવી-નવી પદ્ધતિઓ પ્રદાન કરતી રહે છે.
હવે તમે WhatsApp દ્વારા પણ રેલવેની ઘણી સુવિધાઓનો લાભ લઈ શકો છો. આ માટે તમારે તમારા ફોનમાં બે નંબર સેવ કરવા પડશે.
જો તમે ટ્રેનની અંદર ગરમ ભોજનનો ઓર્ડર આપવા માંગતા હોવ અથવા તમને તરસ લાગી હોય તો તમારે વોટ્સએપ નંબર +91-8750001323 પર મેસેજ કરવો પડશે.
આ રેલ્વે PSU કંપની IRCTC દ્વારા જારી કરાયેલ નંબર છે. આના પર મેસેજ કરવાથી તમને ખાણી-પીણી સંબંધિત તમામ સુવિધાઓ મળશે.
આ સિવાય જો તમને ટ્રેનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા કે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તમે રેલવે પોલીસના આ વોટ્સએપ નંબરઃ 9480802140 પર મેસેજ મોકલીને પણ ફરિયાદ કરી શકો છો.