PF Withdrawal: કેમ રિજેક્ટ થાય છે પીએફમાંથી પૈસા ઉપાડવાનો ક્લેમ, આ છે કારણ
તમામ નોકરી કરતા લોકોના માસિક પગારમાંથી પીએફ કાપવામાં આવે છે, જે તેમના પીએફ ખાતામાં જમા થાય છે. આમાં કંપનીનો પણ હિસ્સો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએફ ઉપાડવાની પ્રક્રિયા હવે ખૂબ જ સરળ બની ગઈ છે અને કોઈ પણ વ્યક્તિ થોડા સરળ પગલાં વડે પોતાના ફંડમાંથી પૈસા ઉપાડી શકે છે.
જો કે, છેલ્લા કેટલાક દિવસોથી એવી ફરિયાદો આવી રહી છે કે પીએફ ક્લેમ સતત નકારવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પીએફમાંથી પૈસા ઉપાડવા માટે અરજી કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, જેના પછી તમારો દાવો નકારી કાઢવાની શક્યતા ઘટી જાય છે.
તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જે માહિતી ભરી રહ્યા છો તે EPFO ડેટાબેઝ સાથે મેળ ખાતી હોવી જોઈએ. આ વિના તમારો દાવો સ્વીકારવામાં આવશે નહીં. UAN અને આધારને લિંક કરવું પણ જરૂરી છે.
તમારી જન્મતારીખ, બેંક ખાતાની માહિતી, જોડાવાની તારીખ અને અન્ય બાબતો બરાબર છે કે નહી તેની ખાસ કાળજી લો. આ સિવાય KYC પણ ચેક કરો.