Utility News: ATMથી નથી નીકળ્યા પૈસા પણ એકાઉન્ટમાંથી કપાઈ ગયા છે પૈસા, જાણો કેટલા દિવસમાં આવે છે પરત
ક્યારેક એવું પણ જોવા મળ્યું છે કે લોકો એટીએમમાંથી રોકડ ઉપાડવા જાય ત્યારે રોકડ આવતી નથી પરંતુ ખાતામાંથી પૈસા કપાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કોઈના ખાતામાં વધુ પૈસા ન હોય તો વધુ સમસ્યા થાય છે. પરંતુ ગભરાવાની જરૂર નથી, જો આવું થાય તો પૈસા આપોઆપ ખાતામાં પાછા આવી જાય છે. આવો જાણીએ પૈસા ખાતામાં પરત આવતા કેટલા દિવસ લાગે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ, જો કોઈએ એટીએમ દ્વારા ટ્રાન્ઝેક્શન કર્યું હોય અને પૈસા ઉપાડવામાં ન આવ્યા હોય પરંતુ ખાતામાંથી રકમ કપાઈ ગઈ હોય તો આવી સ્થિતિમાં બેંકે ટ્રાન્ઝેક્શનના 5 દિવસની અંદર ખાતામાં પૈસા પાછા મોકલવાના રહેશે.
જો આવું થાય, તો 24 કલાક અથવા 48 કલાકની અંદર રકમ આપોઆપ રિવર્સ થઈ જાય છે અને ખાતામાં જમા થઈ જાય છે. પરંતુ જો આવું ન થાય, તો બેંકે તમને આ માટે વળતર આપવું પડશે. જે 5 દિવસ પછી અમલમાં આવે છે. જો બેંક 5 દિવસ પછી તમારા પૈસા પરત નહીં કરેતો તેણે દરરોજ ₹100નું વળતર ચૂકવવું પડશે.
સામાન્ય રીતે એટીએમ દ્વારા ટ્રાન્ઝેક્શન કરતી વખતે આવું થતું નથી. પરંતુ જો તમારી સાથે ક્યારેય આવું થાય તો ટ્રાન્ઝેક્શન પછી તમને જે રસીદ મળે તેને કાળજીપૂર્વક રાખવી જોઈએ.
જો પૈસા ઉપાડવામાં ન આવ્યા હોય તો તમારે તરત જ તમારી બેંકના કસ્ટમર કેરનો સંપર્ક કરવો જોઈએ અને તેમને તેના વિશે જાણ કરવી જોઈએ. આ સાથે તમે તમારી બ્રાન્ચમાં જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો.
તસવીર સૌજન્યઃ પીટીઆઈ