Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કઈ છોકરીઓનું નથી ખૂલી શકતું ખાતું, જાણો શું છે નિયમ
સરકાર દીકરીઓ માટે કેટલીક યોજનાઓ લાવતી રહે છે. આવી જ એક યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, 10 વર્ષ સુધીની બાળકી માટે ખાતું ખોલાવી શકાય છે. જ્યારે દીકરીઓ 21 વર્ષની ઉંમરે આ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે.
આ એક બચત યોજના છે, જેના હેઠળ 8.2નો વ્યાજ દર ઉપલબ્ધ છે. આ સ્કીમ દ્વારા તમે 250 થી 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
તમને જણાવી દઈએ કે સુકન્યા ખાતું એક પરિવારની બે છોકરીઓ માટે જ ખોલી શકાય છે. તેમાં એક છોકરી માટે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે.
આ સ્કીમ હેઠળ ઘણા લોકો દર વર્ષે સારી એવી રકમનું રોકાણ કરે છે કારણ કે તેના પરનું વ્યાજ ઘણું સારું છે.
સ્કીમ હેઠળ, તમે 18 વર્ષની ઉંમર પછી જમા રકમના 50 ટકા ઉપાડી શકો છો. બાકીનો ભાગ દીકરીના ભણતર અને અન્ય બાબતો માટે સાચવવામાં આવે છે.