કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
સીએનબીસીમાં પ્રકાશિત સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રોવિડન્ટ ફંડ (PF) માટે પગારની મહત્તમ મર્યાદા વધારવામાં આવી શકે છે. આ વખતના યુનિયન બજેટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં વેજ સીલિંગ (Wage Ceiling) વધારવા અંગે જાહેરાત કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જણાવી દઈએ કે હાલમાં પ્રોવિડન્ટ ફંડ માટે વેજ સીલિંગ 15,000 રૂપિયા છે. આ અગાઉ તેમાં 1 સપ્ટેમ્બર 2014માં ફેરફાર કરવામાં આવ્યો હતો, તે સમયે તેને 6500 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરવામાં આવ્યું હતું. છેલ્લા દિવસોમાં તેને 15000થી વધારીને 25000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.
જો આ પ્રસ્તાવ પર અમલ થશે તો 10 વર્ષ પછી આ પ્રથમ વખત હશે કે જ્યારે વેજ સીલિંગમાં ફેરફાર કરવામાં આવશે. લેબર મિનિસ્ટ્રીએ આ અંગે પ્રસ્તાવ પણ તૈયાર કરી લીધો છે.
પીએફ ફંડ હેઠળ વેજ સીલિંગ વધવાથી કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન વધશે અને તેમની પીએફમાં બચત વધશે. સરકાર સામાજિક સુરક્ષાનો વ્યાપ વધારવા માટે આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. ન્યૂનતમ પગાર મર્યાદા વધવાની અસર સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને કર્મચારીઓ પર પડશે.
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની પણ 2017થી 21,000 રૂપિયાની પગાર મર્યાદા છે. લેબર મિનિસ્ટ્રીનું માનવું છે કે EPF અને ESIC હેઠળ પગાર મર્યાદા એક સરખી હોવી જોઈએ.
કર્મચારી ભવિષ્ય નિધિ અધિનિયમ 1952 (EPFO) હેઠળ પગારનો એક ભાગ કર્મચારી અને એક ભાગ કંપની જમા કરે છે. આમાં એમ્પ્લોયી અને એમ્પ્લોયર તરફથી 12% 12% રકમ જમા કરવામાં આવે છે. કર્મચારીના પગારમાંથી કપાયેલા પૈસા તેના પીએફ એકાઉન્ટમાં જમા થાય છે. કંપનીના યોગદાનનું 8.33% EPS માં જાય છે, બાકીનું 3.67% પીએફ એકાઉન્ટમાં જમા થઈ જાય છે.
ક્યારે કેટલી વધી વેજ સીલિંગ 1 નવેમ્બર 1952થી 31 મે 1957 સુધી 300 રૂપિયા, 1 જૂન 1957થી 30 ડિસેમ્બર 1962 સુધી 500 રૂપિયા, 31 ડિસેમ્બર 1962થી 10 ડિસેમ્બર 1976 સુધી 1000 રૂપિયા, 11 ડિસેમ્બર 1976થી 31 ઓગસ્ટ 1985 સુધી 1600 રૂપિયા, 1 સપ્ટેમ્બર 1985થી 31 ઓક્ટોબર 1990 સુધી 2500 રૂપિયા, 1 નવેમ્બર 1990થી 30 સપ્ટેમ્બર 1994 સુધી 3500 રૂપિયા, 1 ઓક્ટોબર 1994થી 31 મે 2011 સુધી 5000 રૂપિયા, 1 જૂન 2001થી 31 ઓગસ્ટ 2014 સુધી 6500 રૂપિયા, 1 સપ્ટેમ્બર 2014થી અત્યાર સુધી 15000 રૂપિયા