વિશ્વના ક્યા દેશમાં ઈન્ટરનેટ ડેટા છે સૌથી સસ્તો ? માત્ર 4 રૂપિયામાં 1 GB ડેટા, ભારત વિશ્વમાં છે ક્યા નંબરે ?
મુકેશ અંબાણીએ 4G ડેટા અને વોયસ કોલિંગની સાથે રિલાયન્સ જિઓ લોન્ચ કર્યું હહતું. તેની સાથે જ ટેલીકોમ માર્કેટમાં પાઈવ વોર જામી હતી. જિઓ પહેલા ભારતીય બજારમાં 1 GB 3G ડેટા માટે સરેરાશ 250 રૂપિયા મહિને આપવા પડતા હતા. 1 GB 2G ડેટા માટે એ સમયે અંદાજે 100 રૂપિયા આપવા પડતા હતા. જિઓ આવ્યા બાદ અન્ય કંપનીઓએ પણ ડેટાના રેટ ઓછા કરવા પડ્યા. એક સમય હતો જ્યારે ભારત વિશ્વમાં સૌથી સસ્તું ઇન્ટરનેટ ડેટા આપતો દેશ બની ગયો હતો. જોકે ભારતનો સમાવેશ હવે સૌથી સસ્તું ઈન્ટરનેટ પુરું પાડનારા દેશમાં નથી થતો. કંપનીઓએ ડેટાનો ભાવ વધાર્યો એટલે સૌથી સસ્તું ઈન્ટરનેટ આપનારા દેશોના લિસ્ટમાં ભારતનો ક્રમ ૨૮મો નોંધાયો છે. આગળ વાંચો ક્યા દેશમાં સૌથી સસ્તામાં ઇન્ટરનેટ ડેટા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી સસ્તો ઇન્ટરનેટ ડેટા ઈઝરાયલ આપે છે જ્યાં 1GB ડેટા માટે સરેરાશ 3.75 રૂપિયા ચૂકવવા પડે છે.
આ યાદીમાં બીજા ક્રમે કિર્ગિસ્તાન આવે છે જ્યાં 1GB ડેટા માટે સરેરાશ 11.25 રૂપિયા ચૂકવવા પડે છે.
આ યાદીમાં ત્રીજા ક્રમે ફિજી આવે છે જ્યાં 1GB ડેટા માટે સરેરાશ 14.25 રૂપિયા ચૂકવવા પડે છે.
આ યાદીમાં ચોથા ક્રમે સુડાન છે છે જ્યાં 1GB ડેટા માટે સરેરાશ 20.25 રૂપિયા ચૂકવવા પડે છે.
આ યાદીમાં પાંચમાં ક્રમે ઇટલી છે જ્યાં 1GB ડેટા માટે સરેરાશ 20.25 રૂપિયા ચૂકવવા પડે છે.