Aadhaar: આધાર કાર્ડ સાથે તમારો ફોન નંબર લિંક નહીં હોય તો કાર્ડ કોઈ કામનું નહીં રહે, આ કામો અટકી જશે

Aadhaar Card: ભારત સરકારે મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો તમારો નંબર આધાર સાથે લિંક નથી, તો તમે ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શકતા નથી.

ફોન નંબર સાથે આધાર કાર્ડ લિંક કરો

1/6
ભારત સરકારે તમામ નાગરિકો માટે મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ (Aadhaar Card) લિંક કરવાનું ફરજિયાત કર્યું છે.
2/6
જ્યારે પણ તમે આધાર કાર્ડ (Aadhaar Card)નો ઉપયોગ કરો છો, ત્યારે તમારા ફોન પર એક વન ટાઈમ પાસવર્ડ (OTP) આવે છે. આનાથી અન્ય કોઈ તમારા આધાર કાર્ડ (Aadhaar Card)નો ઉપયોગ કરી શકશે નહીં.
3/6
આધારને નંબર સાથે લિંક કર્યા બાદ તમે ઘણા સરકારી કામ સરળતાથી કરી શકશો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી તમે તમારું ખોવાયેલું આધાર કાર્ડ (Aadhaar Card) પાછું મેળવી શકો છો.
4/6
આધાર સાથે મોબઈલ નંબર રજીસ્ટર કરવા માટે, તમે નજીકના એનરોલમેન્ટ સેન્ટર પર જઈ શકો છો. અહીં ફોર્મ ભર્યા પછી, તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને ફોર્મ સબમિટ કરો.
5/6
જો તમારો મોબાઈલ નંબર એકવાર આધાર સાથે લિંક કરવામાં આવ્યો છે, તો તમારે તેને વારંવાર લિંક કરવાની જરૂર નથી.
6/6
ધ્યાનમાં રાખો કે જો તમારો આધાર તમારા ફોન નંબર સાથે નોંધાયેલ નથી, તો તમે ઑનલાઇન સેવાઓનો લાભ મેળવી શકશો નહીં.
Sponsored Links by Taboola