ઘરે ડેબિટ કાર્ડ ભૂલી ગયા તો ATMમાંથી કેવી રીતે રૂપિયા ઉપાડવા? તમને નહીં ખબર હોય આ રીત
ભાગ્યે જ કોઈ વ્યક્તિ હવે બેંકમાં જઈને પાસબુકનો ઉપયોગ કરીને પૈસા કાઢતો હોય. હવે રોકડ પૈસા કાઢવા માટે લોકો પાસે એટીએમ કાર્ડ ઉપલબ્ધ છે. જેના દ્વારા નજીકના કોઈપણ એટીએમ જઈને ખૂબ જ સરળતાથી પૈસા કાઢી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ જો તમે પૈસા કાઢવા જાઓ છો પણ ભૂલથી એટીએમ ઘરે જ ભૂલી ગયા હો, તો પછી આવી સ્થિતિમાં તમે શું કરશો. તમે વિચારતા હશો કે આવી સ્થિતિમાં તો ઘરે જઈને એટીએમ પાછું લાવવું પડશે. ત્યારે જ પૈસા કાઢી શકાશે. પરંતુ એવું નથી.
હવે તમે એટીએમ વગર પણ પૈસા કાઢી શકો છો. આ માટે ઘણી બધી રીતો ઉપલબ્ધ છે. જે તમને એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યા વગર જ પૈસા કાઢવામાં મદદ કરશે. આ માટે તમે ચાહો તો યુપીઆઈ એપનો ઉપયોગ કરી શકો છો.
જ્યારે તમે એટીએમમાં જાઓ ત્યારે તમારે કેશ વિડ્રોલના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમને સ્ક્રીન પર યુપીઆઈનો ઓપ્શન મળશે, જેના પર ક્લિક કર્યા પછી નીચે ક્યુઆર કોડ દેખાશે. તમારા મોબાઈલમાં યુપીઆઈ એપ ખોલીને તમારે ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે.
ત્યારબાદ તમારે રકમ દાખલ કરવી પડશે જે તમે એક વખતમાં 5000 સુધી દાખલ કરી શકો છો, પછી તમારે યુપીઆઈ પિન દાખલ કરવો પડશે અને પ્રોસીડ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમે એટીએમ કાર્ડ વગર જ એટીએમમાંથી પૈસા કાઢી શકશો.
આ ઉપરાંત તમારું ખાતું જે બેંકમાં છે. તમે તે બેંકની એપ દ્વારા પણ પૈસા કાઢી શકો છો. આ માટે તમારો મોબાઈલ નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે રજિસ્ટર હોવો જરૂરી છે. બેંકની એપમાં તમને એટીએમ કેશ વિડ્રોલનો ઓપ્શન દેખાશે.