Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
EPFO: મોબાઇલ નંબર લિંક કર્યા વિના નહી ઉપાડી શકો છો EPFOના પૈસા, જાણો સંપૂર્ણ પ્રોસેસ
Employees Provident Fund: કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં નિવૃત્તિ માટે મોટી રકમ એકઠી કરવામાં આવે છે. જો કે, તમે ઇમરજન્સીની સ્થિતિમાં પણ આ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ માટે UAN નંબર અને રજિસ્ટર્ડ નંબરની જરૂર છે. EPF ખાતામાંથી OTP દ્વારા પૈસા ઉપાડવાની છૂટ છે. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વિના તમે અનેક કામ કરવાથી વંચિત રહી શકો છો.
EPF UAN માં નવો મોબાઈલ નંબર ઉમેરવા માટે સૌથી પહેલા તમારે EPFOની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. આ પછી ‘For Employees’ સેક્શન પર ક્લિક કરો
હવે મેમ્બર UAN ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરો. આ પછી તમારે UAN અને પાસવર્ડથી લોગ ઈન કરવું પડશે અને OTP દાખલ કરવો પડશે.
આ પછી તમે મેનેજ ટેબમાં ‘Contact details’ પર જાવ. ત્યારબાદ તમારે વેરિફાઇ અને ચેન્જ મોબાઇલ નંબર પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારે આધાર લિંક્ડ મોબાઈલ નંબર એન્ટર કરવો પડશે અને આ નંબર પર મળેલો OTP સબમિટ કરવો પડશે. આ પછી તમારો નવો મોબાઈલ નંબર લિંક થઈ જશે.
જો તમારી પાસે જૂનો નંબર નથી તો તમારે આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે અને પછી ફોરગેટ પાસવર્ડ કરીને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલા OTPની મદદથી નંબરને લિંક કરી શકો છો.