World Strongest Passport: આ દેશનો પાસપોર્ટ છે દુનિયાનો સૌથી શક્તિશાળી, જાણો શું છે ભારતના પાસપોર્ટનું રેન્કિંગ
લંડનની ઈમિગ્રેશન કન્સલ્ટન્સી હેનલી એન્ડ પાર્ટનર્સ (Henley Passport Index 2022 ) દર વર્ષે વિશ્વના સૌથી મજબૂત અને નબળા પાસપોર્ટની યાદી બહાર પાડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2022માં જે દેશનો પાસપોર્ટ રેન્કિંગ સૌથી ખરાબ છે તે અફઘાનિસ્તાનનો પાસપોર્ટ છે.
બીજી તરફ પાકિસ્તાનના પાસપોર્ટ રેન્કિંગની વાત કરીએ તો તે 109માં નંબરે છે. બીજી તરફ, જો આપણે ભારત વિશે વાત કરીએ તો, હેનલી અનુસાર, તેનો પાસપોર્ટ રેન્કિંગ 87 છે. તમે ભારતના પાસપોર્ટથી 60 દેશોમાં વિઝા વગર જઈ શકો છો.
દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની વાત કરીએ તો તે જાપાનનો પાસપોર્ટ છે. આ પાસપોર્ટ દ્વારા તમે વિઝા વગર 193 દેશોમાં જઈ શકો છો.
બીજી તરફ બીજા અને ત્રીજા નંબરના પાસપોર્ટની વાત કરીએ તો તે સિંગાપોર અને દક્ષિણ કોરિયા છે. ત્રીજા નંબર પર જર્મની અને સ્પેન, ચોથા પર ફિનલેન્ડ અને પાંચમા નંબર પર ઇટાલી અને લક્ઝમબર્ગ જેવા દેશોના પાસપોર્ટના નામ સામેલ છે.
નોંધનીય છે કે અફઘાનિસ્તાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી નબળો છે. પાકિસ્તાન તેનાથી બે ડગલાં ઉપર છે. અને 110મા અને 111મા નંબર પર સીરિયા અને કુવૈતનો પાસપોર્ટ છે.