Ban on coco cola કોકા કોલાના વેચાણ પર આ દેશોમાં છે પ્રતિબંધ,જાણો કારણો
જો તમને કોકા કોલાના શોખિન છો તો શક્ય છે કે આપ વીકમાં એકાદ વખત તેનું સેવન કરતા હો પરંતુ શું આપ જાણો છો આ દેશોમાં કોલોકોલા પર પ્રતિબંઘ છે, જાણીએ શું છે કારણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોકા કોલા વિશ્વના મોટાભાગના દેશોમાં વેચાય છે, જેના કારણે તે વિશ્વની સૌથી પ્રખ્યાત બ્રાન્ડ બની ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક દેશોમાં તેના વેચાણ પર પ્રતિબંધ છે.
તમને જણાવી દઈએ કે દુનિયામાં માત્ર બે જ દેશ એવા છે જ્યાં કોકા કોલાનું વેચાણ થતું નથી, હકીકતમાં તેના વેચાણ પર પ્રતિબંધ છે.
આ દેશોના નામ ક્યુબા અને ઉત્તર કોરિયા છે.આ બંને દેશોમાં કોકા કોલા પર ઘણા સમયથી પ્રતિબંધ છે.
ઉલ્લેખનિ છે કે, ક્યુબામાં 1961થી કોકોકોલા પર પ્રતિબંધ છે, જ્યારે ઉત્તર કોરિયામાં 1950થી તેના પર પ્રતિબંધ છે.
કોકા-કોલાએ વર્ષ 1906માં ક્યુબામાં તેનો પ્લાન્ટ સ્થાપ્યો હતો. બે વર્ષ પછી, 1962 માં, ક્યુબા ક્રાંતિ શરૂ થઈ અને કોકા કોલાનું ઉત્પાદન બંધ થઈ ગયું.
કૈસ્ટ્રોની સરકારે વિદેશી કંપનીઓની સંપત્તિઓ પોતાના કબજામાં લીધી હતી. કોકા-કોલાના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી કોકા-કોલાએ ક્યુબા સાથે વેપાર બંધ કરી દીધો. જ્યારે ઉત્તર કોરિયામાં, 1950 અને 1953 વચ્ચેના યુદ્ધ પછી યુએસ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ પછી ત્યાં કોકા કોલાનું વેચાણ થતું નથી.