Weather Update: તાપમાનનો પારો ગગડતાં ઠુંઠવાયા રાજ્યો, તો પુડુચેરી સહિત આ વિસ્તારમાં વરસાદની આગાહી
દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.9 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.
તાપમાનમાં આ ઘટાડો ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, ઉઉત્તર પ્રદેશ અને બિહાર જેવા વિસ્તારોને અસર કરશે.
ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ આગામી બે દિવસ સુધી ચાલુ રહેવાની ધારણા છે, ખાસ કરીને મોડી રાત્રે અને સવારના કલાકો દરમિયાન. આગામી પાંચ દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની પણ સંભાવના છે.
ઠંડા તાપમાન ઉપરાંત, IMD એ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં હળવાથી મધ્યમ વરસાદ, છૂટાછવાયા વરસાદનું અનુમાન છે.
અઠવાડિયા દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે આ વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદની અપેક્ષા છે.
વધુમાં, મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાન આગામી ત્રણ દિવસ સુધી સ્થિર રહેવાની શક્યતા છે, ત્યારબાદ તે ધીમે ધીમે 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટશે.
મહારાષ્ટ્રમાં પણ આવા જ હવામાનની શક્યતા છે. જ્યાં આગામી પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે, જ્યારે ગુજરાતમાં આગામી બે દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.
IMD એ દિલ્લીમાં સમગ્ર દિવસ દરમિયાન ખૂબ જ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે, જે જોખમી હવાની ગુણવત્તાને બગાડશે અને દૃશ્યતામાં ઘટાડો કરશે.