Cyclone Biparjoy: બિપરજોયની ભયાનક તસવીરો આવી સામે

Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વાવાઝોડાએ 15 જૂન, ગુરુવારે ગુજરાતમાં તબાહી મચાવી હતી. વાવાઝોડાને લઈ વિભાગે રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું હતું.

Cyclone Biparjo

1/6
દરમિયાન, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના એક અવકાશયાત્રીએ ચક્રવાતી તોફાનની કેટલીક તસવીરો શેર કરી હતી.
2/6
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાન બિપરજોયની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.
3/6
એક દિવસ પહેલા અલ નેયાદીએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં અરબી સમુદ્ર ઉપર જોરદાર વાવાઝોડાની રચના દર્શાવવામાં આવી હતી. જે ભારતીય તટ તરફ આગળ વધી રહી હતી.
4/6
આ તસરવીર ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવી હતી. જે પૃથ્વીથી આશરે 400 કિલોમીટર અવકાશમાં હતું.
5/6
તેમાંથી બિપરજોયની ભયાનકતા સ્પષ્ટ રૂપે દેખાઈ આવતી હતી. તસવીરમાં ચક્રવાત કરોડો લિટર પાણીનો પ્રવાહ પોતાની સાથે લઈ જતુ સ્પષ્ટ જણાઈ આવતુ હતું.
6/6
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાની આંખનો નજારો પણ સ્પષ્ટ રૂપે કેમેરામાં કેદ કરી લીધી હતો.
Sponsored Links by Taboola