Classroom For School Children: ભંગારમાં જવાની હતી આ ડબલ ડેકર બસ, બનાવી દેવાયો બાળકોનો સુંદર ક્લાસ રૂમ, જુઓ તસવીરો
કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSTRC)ની ડબલ ડેકર બસને ક્લાસરૂમમાં ફેરવી દેવામાં આવી છે. તિરુવનંતપુરમની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે તે મનોરંજનનું સ્થળ બની ગયું છે. જૂની લો ફ્લોર બસમાં ટુ ટાયર ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે.(ફોટો- PTI)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડબલ ડેકર બસના આ ક્લાસરૂમમાં પુસ્તકો રાખવા માટે કબા, ટીવી, એર કંડિશનર, ખુરશીઓ, રંગબેરંગી ટેબલ છે, પરંતુ ડ્રાઇવરની સીટ અને સ્ટિયરિંગ દૂર કરવામાં આવ્યા નથી જેથી બાળકો તેમની સાથે રમી શકે અને જાણે બસમાં હોય તેવો અનુભવ કરી શકે.
બસનો ઉપરનો ભાગ વાંચન અને મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. શાળાઓ બે વર્ષ પછી બુધવારે ખુલી રહી છે. કોવિડને કારણે શાળાઓ લાંબા સમયથી બંધ હતી.
રાજ્યના પરિવહન મંત્રી એન્ટની રાજુએ 17 મેના રોજ સરકારી શાળાને બે બસો આપવા માટે સંમતિ આપી હતી. મંત્રીએ હળવો મજાક કરતા કહ્યું હતું કે, હવે ક્યાંક કોઇ એવું પણ ન કહેતા કે ક્લાસરૂમબનાવાવ ભવન નહીં, ડબલ ડેકરની બસ જોઇએ છે.
ગયા મહિને કેરળ હાઈકોર્ટમાં આપેલા નિવેદનમાં, KSRTCએ કહ્યું હતું કે તેના ડેપોમાં પાછળના એન્જિનવાળી 239 લો ફ્લોર બસો નકામી પડી છે. જાહેર હિતની અરજીના જવાબમાં કોર્પોરેશને કહ્યું હતું કે 239 બસો નવ વર્ષથી વધુ જૂની છે અને પાંચ લાખ કિલોમીટરથી વધુ ચાલે છે, તેથી નિગમે તેમને સ્ક્રેપ કરવાનો નિર્ણય લીધો છે.
બાળકો પણ આ ડબલ ડેકટ બસના ક્લાસરૂમને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.