ભૂપેન્દ્ર પટેલ સરકારના 4 વર્ષ પૂરા, બુલડોઝર એક્શનથી આવ્યા ચર્ચામાં, જુઓ દાદાના કાર્યકાળની સફર

Gujarat government: 13 સપ્ટેમ્બર 2025 ના રોજ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે તેમના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ 4 વર્ષ દરમિયાન રાજ્યમાં અનેક વિકાસ કામો થયા છે.

મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત ચાર વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે, દરેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે.

1/9
15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ 1987માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારથી તેમની રાજકીય સફર શરૂ થઈ. 1995-96માં તેઓ મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. તેમણે 1999-2000 સુધી પહેલી ટર્મ અને 2004-2006 સુધીની બીજી ટર્મમાં મેમનગર પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવી. ત્યારબાદ વર્ષ 2008-2010 સુધી તેમણે AMC સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને તે પછી 2010-2015 દરમિયાન થલતેજ વૉર્ડના કાઉન્સિલર તરીકે ફરજ બજાવી. 2015-2017 દરમિયાન તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) ના ચેરમેન તરીકે સેવાઓ આપી અને વર્ષ 2017માં તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
2/9
13 સપ્ટેમ્બર, 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભારે મતોથી જીત્યા અને 12 ડિસેમ્બર, 2022ના રોજ તેમણે સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમના નેતૃત્વ હેઠળ અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે તમામ ગેરકાયદે દબાણ તોડી નાખવામાં આવ્યા અને 4 લાખ ચોરસ મીટર જેટલો તળાવનો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો. આ ઉપરાંત, દ્વારકા અને સોમનાથ ખાતે પણ ગેરકાયદો દબાણો દૂર કરવામાં આવ્યા અને સોમનાથ ખાતે અંદાજે 4 લાખ 79 હજાર ચોરસ મીટરથી વધુ તેમજ દ્વારકા ખાતે અંદાજે 1 લાખ 54 હજાર ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી.
3/9
આજે રાજ્યના 38 શહેરોમાં ઘરવિહોણા ગરીબો માટે પાયાની સુવિધાઓ ધરાવતા 116 આશ્રયસ્થાન સ્થાપિત, આશ્રયસ્થાનોમાં દરરોજ 10 હજાર લોકો આશરો મેળવે છે.આ ચાર વર્ષમાં રાજ્યમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાના બાળકોને બપોરના ભોજન સુનિશ્ચિત કરવા 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'નો પ્રારંભ કરવામાં આવ્યો. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લાઓમાં 293 ખાદ્ય વિતરણ કેન્દ્રો કાર્યરત, અત્યારસુધીમાં 2 કરોડ 68 લાખ લોકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું છે.
4/9
કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન’- GRITની રચના કરવામાં આવી છે. રાજ્યમાં 9 નવી મહાનગરપાલિકાઓ જાહેર કરી, હવે ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકાઓ બનાવી. રાજ્યના વહીવટીતંત્રમાં AIના ઉપયોગ દ્વારા સુશાસનને પ્રોત્સાહન આપવા માટે AI ટાસ્ક ફોર્સની રચના કરી. શાળાઓમાંથી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ માટે શિક્ષણ વિભાગે અમલમાં મૂકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) બની. પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ તેમજ મહિલા અને બાળકો માટે સિંગલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 જાહેર, મલ્ટીપલ હેલ્પલાઇન નંબરો રિપ્લેસ કર્યા.
5/9
ગુજરાતમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ 4.04 લાખ સોલાર રૂફટોપ પેનલ્સ લાગી. રાજ્યમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ, નેશનલ પોલીસ ગેમ્સ, નેશનલ ગેમ્સ 2022 જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત કાર્યક્રમો યોજાયા. ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઑફ એક્સલન્સનો પ્રારંભ થયો. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય, જ્યાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે.
6/9
ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લિ. અને પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને સ્થાપિત કરશે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ.સાણંદમાં ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો પ્રારંભ.
7/9
ગુજરાતે છેલ્લા ચાર વર્ષોમાં 20,431 મિલિયન યુએસડીના મૂલ્યની FDI મેળવી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું 10મું સંસ્કરણ સફળતાપૂર્વક સંપન્ન, 140થી વધુ દેશોમાંથી 61,000 થી વધુ પ્રતિનિધિઓ સામેલ. રાજ્યની સ્થાનિક ક્ષમતાઓને વૈશ્વિક તકો સાથે જોડવા અને જમીની સ્તરના વિકાસને વેગ આપવા રાજ્યના ચાર પ્રદેશોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ (VGRC)નું આયોજન.
8/9
રાજ્યમાં વર્ષ 2024માં પ્રથમ વખત ગિફટ સિટી ખાતે “ફિલ્મ ફેર એવોર્ડ”નું આયોજન કરવામાં આવ્યું. 70મો ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં આયોજિત કરવા માટે પ્રવાસન નિગમે વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા.લિ. સાથે એમઓયુ સાઇન કર્યા છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ “બેસ્ટ ટુરિઝમ વિલેજ” જાહેર કરવામાં આવ્યું છે.
9/9
યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબા “અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર” તરીકે જાહેર કરવામાં આવ્યો છે. UNESCOના Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ છે. આ ઉપરાંત ગુજરાત આત્મનિર્ભર પોલિસી (2022).ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 2024.ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2025 બની.
Sponsored Links by Taboola