Gujarat CM Tenure: ગુજરાતના કયા મુખ્યંત્રીનો કેટલા દિવસનો રહ્યો કાર્યકાળ ? જુઓ ગ્રાફિકસ
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાનો સમય ગાળો 2 વર્ષ 300 દિવસ હતો. તેઓ 1 મે 1960 થી 25 ફેબ્રુઆરી 1963 સુધી સીએમ રહ્યા. તેઓ અમરેલીના હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનો કાર્યકાળ 2 વર્ષ 206 સુધી રહ્યો. તેઓ 25 ફેબ્રુઆરી 1963 થી 19 સપ્ટેમ્બર 1965 સુધી મુખ્યમંત્રી રહ્યા.
ઓલપાડના હિતેન્દ્ર દેસાઈ 19 સપ્ટેમ્બર 1965 થી 3 એપ્રિલ, 1967 અને 3 એપ્રિલ 1967 થી 12 મે 1971 એમ 5 વર્ષ 245 દિવસ મુખ્યમંત્રી રહ્યા.
રાજયના ચોથા મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝાનો કાર્યકાળ 17 માર્ચ 1972 થી 17 જુલાઈ 193 સુધી એક વર્ષ 122 દિવસનો રહ્યો.
રાજ્યના 10મા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો પ્રથમ કાર્યકાળ 14 માર્ચ 1995 થી 21 ઓક્ટોબર 1995 221 દિવસનો રહ્યો. બીજો કાર્યકાળ 4 માર્ચ 1998 થી 6 ઓક્ટોબર 2001 એમ 3 વર્ષ 216 દિવસનો રહ્યો.
રાજ્યના 13મા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યકાળ 7 ઓક્ટોબર 2001 થી 22 મે 2014 એમ 12 વર્ષ 227 દિવસનો રહ્યો.
રાજ્યના 14મા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો કાર્યકાળ 22 મે 2014 થી 7 ઓગસ્ટ 2016 એમ 2 વર્ષ 77 દિવસનો રહ્યો.
રાજ્યના 15મા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યકાળ 7 ઓગસ્ટ 2016 થી 13 સપ્ટેમ્બર 2021 એમ 5 વર્ષ 37 દિવસ રહ્યો.