Telangana State Foundation Day: ગુજરાત રાજભવનમાં તેલંગાણા રાજ્યના સ્થાપના દિવસની કરાઈ ઉજવણી

Telangana State Foundation Day: ગુજરાત રાજભવનમાં તેલંગાણાના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ઉજવણીમાં તેલંગાણા અને ગુજરાતની કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનોએ લોકનૃત્યોની ભવ્ય પ્રસ્તુતિ કરી હતી.

Continues below advertisement
Telangana State Foundation Day:  ગુજરાત રાજભવનમાં તેલંગાણાના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ઉજવણીમાં તેલંગાણા અને ગુજરાતની કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનોએ લોકનૃત્યોની ભવ્ય પ્રસ્તુતિ કરી હતી.

લોકનૃત્યોની ભવ્ય પ્રસ્તુતિ

Continues below advertisement
1/7
Telangana State Foundation Day:  ગુજરાત રાજભવનમાં તેલંગાણા રાજ્યના દસમા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ઉજવણીમાં તેલંગાણા અને ગુજરાતની કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનોએ પોતપોતાના રાજ્યોના લોકનૃત્યોની ભવ્ય પ્રસ્તુતિ કરી હતી.

2/7
તેલંગાણાના મૂળવતની, પણ ગુજરાતમાં સેવારત અને સ્થાયી થયેલા નાગરિકો-અધિકારીઓએ આ ઉજવણીમાં ઉમંગભેર ભાગ લીધો હતો.
3/7
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું કે, ભારતના તમામ રાજભવનોમાં આજે તેલંગાણા દિવસની ઉજવણી કરાઈ રહી છે. ઉજવણીમાં તેલંગાણા અને ગુજરાત બંને રાજ્યોના નાગરિકો, કલાકારો, યુવાનો ભેગા મળી રહ્યા છે.
4/7
આ રીતે પરસ્પર સ્નેહનો તંતુ જોડાય છે, અને બે ભિન્ન પ્રાન્ત, ભિન્ન સંસ્કૃતિ, ભિન્ન ભાષા, ભિન્ન વેશભૂષા, ભિન્ન ખાન-પાન અને ભિન્ન જીવનશૈલીના લોકો એકબીજાનો સ્વીકાર કરીને ભાઈચારાની ભાવનાથી શક્તિશાળી અને ઉન્નત 'એક ભારત'ને 'શ્રેષ્ઠ ભારત' બનાવવા પ્રયત્નશીલ થાય છે, એ જ આ ઉજવણીની સૌથી મોટી ઉપલબ્ધિ છે.
5/7
યુવાનો જ ભારતનું ભવિષ્ય છે. આવા વાતાવરણમાં ઉછરેલા યુવાનો ભારતની આવતીકાલને વધુ ઉજ્જવળ બનાવશે, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નો વિચાર આપ્યો, તમામ રાજભવનોમાં રાજ્યોના સ્થાપના દિવસ ઉજવવાનો વિચાર આપ્યો.
Continues below advertisement
6/7
તેલંગાણાના નાગરિકોને સ્થાપના દિવસની શુભકામનાઓ અને અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતનું સૌથી યુવાન રાજ્ય તેલંગાણા આઇટી ઉદ્યોગમાં અગ્રેસર છે. કોરોનામાં વેક્સિન ઉત્પાદન વખતે પણ આ રાજ્યએ મહત્વનું યોગદાન આપ્યું હતું.
7/7
તેલંગાણાના વેપાર-ઉદ્યોગના વિકાસમાં, તેલંગાણાની ઉન્નતીમાં ગુજરાતીઓનું પણ વિશેષ યોગદાન છે. તેમણે કહ્યું કે, તેલંગાણામાં વસતા ગુજરાતીઓએ અને ગુજરાતમાં વસતા તેલંગાણાવાસીઓએ જે તે પ્રદેશની ઉન્નતિમાં આગવું યોગદાન આપ્યું છે.
Sponsored Links by Taboola