બેટ દ્વારકામાં ચમત્કાર! ડિમોલિશનમાં મળ્યું ૧૨૫ વર્ષ જૂનું હનુમાન મંદિર

બાવળના જંગલમાંથી નેપાળી શૈલીનું મંદિર મળતા સ્થાનિકોમાં ખુશી, હનુમાન જયંતિએ મૂર્તિની પુનઃસ્થાપના.

Bet Dwarka temple discovery: દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે બાલાપર વિસ્તારમાં ચાલી રહેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન એક અચરજ પમાડનારી ઘટના સામે આવી છે. અહીં બાવળના ગાઢ જંગલમાંથી એક પૌરાણિક મંદિર મળી આવ્યું છે, જે લગભગ ૧૦૦ થી ૧૨૫ વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે.

1/5
સ્થાનિક વૃદ્ધો અને ભાવિકોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ મંદિર નેપાળી સ્થાપત્ય શૈલીમાં બનેલું હનુમાનજીનું મંદિર છે.
2/5
આશરે ૪૦ થી ૫૦ વર્ષ પહેલાં આ વિસ્તારની વસ્તી વિષયક પરિસ્થિતિ બદલાતાં અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ વધતાં, ભક્તો અને દર્શનાર્થીઓએ મંદિરે જવાનું ઓછું કરી દીધું હતું.
3/5
મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે સ્થાનિક ભાવિકો દ્વારા હનુમાનજીની મૂળ મૂર્તિને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી.
4/5
જો કે, આ પૌરાણિક મંદિરની જાણ થતાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તેનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો. અને આજે, તા. ૧૨ એપ્રિલ, ૨૦૨૫ ના શુભ દિને, હનુમાન જયંતિના પાવન અવસરે મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિઓ દ્વારા ફરીથી સ્થાપિત કરવામાં આવી છે.
5/5
બાવળના જંગલમાંથી આટલું પુરાણું મંદિર મળી આવતા સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. હનુમાન જયંતિના દિવસે જ મૂર્તિની પુનઃસ્થાપના થવાથી આ ઘટનાનું મહત્વ વધુ વધી ગયું છે. આ મંદિર હવે ફરી એકવાર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનશે.
Sponsored Links by Taboola