Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/5
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી ચાર અલગ-અલગ વરસાદી સિસ્ટમ્સ એકસાથે સક્રિય હોવાના કારણે અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટ્ટાછવાયા સ્થળોએ વરસાદ વરસવાની સંપૂર્ણ શક્યતા સેવાઈ રહી છે.
2/5
એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ રાજ્ય પર મોનસૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે.
3/5
આ સિસ્ટમની અસરથી આગામી સાત દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 1 જૂનથી 21 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. સામાન્ય કરતા ચાર ટકા ઓછો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગનું માનવું છે કે આગામી દિવસોમાં વરસાદ થતા ઘટ ઓછી થશે.
4/5
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે અને સમયાંતરે ધીમીધારે કે હળવો વરસાદ પડી શકે છે. ચોમાસાની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, ચાલુ મોસમમાં 1 જૂનથી લઈને 21 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 20 ઈંચથી વધુ સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
5/5
સીઝનના કુલ સરેરાશ વરસાદની સરખામણીએ ગુજરાતમાં અત્યાર સુધીમાં હજુ પણ 4 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ નવી સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ્સના કારણે આગામી દિવસોમાં આ ઘટ પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Continues below advertisement
Published at : 21 Aug 2026 06:09 PM (IST)